Advertisement
Author: નોબત સમાચાર

આજીવન એચડી પ્રસારણ માટે ફી ભર્યા પછી પણ વકીલનું બંધ થયું કેબલ જોડાણ

ગ્રાહક ફોરમમાં કરાઈ ફરિયાદઃ

જામનગર તા. ૫: જામનગરના એક વકીલે ૫ોતાના ઘરમાં ડીસ કેબલનું જોડાણ લીધા પછી લાઈફ ટાઈમ એચડી પ્રસારણ માટે પૈસા ભરી આપવા છતાં એક મહિનામાં જ તેમનું જોડાણ બંધ થતાં વકીલે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી છે. કેબલ ઓપરેટર તથા તેના અધિકારીને હાજર થવા હુકમ કરાયો છે.

જામનગરના સુભાષબ્રિજ નજીક રહેતા વકીલ દી૫ શૈલેષભાઈ ચંદારાણાએ પોતાના ઘરમાં જીટીપીએલનું જોડાણ મેળવ્યું હતું. તેઓને આજીવન ફીવાળી સ્કીમ જણાવવામાં આવી હતી. રૂ. ૬ હજાર ભરવાથી આજીવન એચ ડી પ્રસારણ જોવા મળશે તેમ જણાવાતા દીપ ચંદારાણાએ તે રકમ ભરપાઈ કરી હતી.

ત્યારપછી એક મહિનાના અંતે તેમનું જોડાણ બંધ થઈ જતાં તેઓએ ઓપરેટરને તેની જાણ કરી હતી. હમણા રિચાર્જ કરી આપીશું તેમ કહ્યા પછી પણ ઓપરેટર તથા મુખ્ય ઓફિસ દ્વારા લાઈફ ટાઈમ રિચાર્જ ન કરાતા અને ભરેલી રકમ પણ પરત ન અપાતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં વકીલ દીપ ચંદારાણાએ ફરિયાદ નોંધાવી છે. જીટીપીએલના અધિકારી તથા ઓપરેટરને હાજર થવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ કશ્યપ એ. ત્રિવેદી, ધારાબેન જોષી, અલ્પાબેન ત્રિવેદી રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh