Advertisement
Author: નોબત સમાચાર

ઘરેથી નીકળી ગયેલા બાળકને કમાન્ડ સેન્ટરના કેમેરાની સહાયથી શોધી કઢાયો

પોલીસ દ્વારા હાથ ધરાયું મિશન મુસ્કાનઃ

જામનગર તા. પઃ જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાંથી એક પરિવારનો છ વર્ષનો પુત્ર ગુમ થઈ ગયો હતો. તેને શોધવા માટે પોલીસે મિશન મુસ્કાન આરંભ્યા પછી આ બાળકનો પત્તો મળી જતાં તેનો કબજો પરિવારને સોંપી આપવામાં આવ્યો હતો.

જામનગરના બાઈની વાડી વિસ્તારમાં ચૂનાના ભઠ્ઠા પાસે રહેતા એક પરિવારનો છ વર્ષનો પુત્ર પોતાના ઘરેથી સાંજના સમયે નીકળ્યા પછી રાત્રિ સુધી પરત નહીં આવતા હાંફળા ફાંફળા બનેલા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.

આ બાબતની પોલીસને જાણ કરાતા સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી ખંભાળિયા નાકા પોલીસચોકીના પીએસઆઈ તૃષાબેન બુડાસણા તથા સ્ટાફે આ બાળકની શોધ આરંભી હતી.

પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસાયા પછી આ બાળકનો પત્તો મળી જતાં તેની સોંપણી પરિવારને કરાઈ હતી અને મિશન મુસ્કાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh