Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પાછલા તળાવ (બીજા તળાવ)માં બ્યુટીફીકેશનના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વિજીલન્સ તપાસની માંગણી

જામનગર તા. પઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ તળાવના પાછલા તળાવ તરીકે ઓળખાતા બીજા તળાવના બ્યુટીફીકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામમાં કોન્ટ્રાટકર દ્વારા કરવામાં આવતી કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કર્યો છે.

પાછલા તળાવ (બીજા તળાવ)ના બ્યુટિફીકેશનના કામના નામે થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે વિજીલન્સ તપાસ કરવા જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરને જામનગરના જામસાહેબે આપેલ અમૂલ્ય જે બન્ને તળાવ છે. તેમાં તળાવમાં બ્યુટિફીકેશન અને સાઈકલીંગ ઝોનના નામે જે કામગીરી કંપની દ્વારા કરવામાં આવેલ છે. તેમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તેમાં અંદાજે બે મહિના પહેલા આ કામ ચાલુ કરવામાં આવેલ હતું ત્યારે જામનગરના વિપક્ષી નેતા અને કોંગ્રેસની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ અને આ કામના તપાસની મ્યુનિસિપલ કમિશનરને લેખિત, મૌખિક તેમજ આવેદનપત્ર આપી વારંવાર રજુઆત કરવા છતાં પણ પ્રિ-મોન્સુનની કામગીરી હોય, ચોમાસાની શરૂઆત થતી હોય અને આવા કામ કયાંય પણ ન થઈ શકે તેમજ આ કામમાં ટેન્ડર પ્રક્રિયાના નિયમ મુજબ કોઈ જાતની કામગીરી કરવામાં આવેલ નથી. કયાંય ને કયાંય ભ્રષ્ટાચાર થયો હોય તો તાત્કાલિક ધોરણે તળાવ બુરવા માટે કોન્ટ્રાકટરએ આ કામ ચાલુ રાખેલ, તેના હિસાબે જામનગરની જનતાના પરસેવાના પૈસા જે ટેકસરૂપે ચૂકાય છે એવા ૩૦ કરોડ રૂપિયા જેટલું આ કામ છે. તેમાં ધોવાણ થયું છે અને ભ્રષ્ટાચાર થયેલ છે. જામનગર કમિશનરને વારંવાર લેખિત, મૌખિક રજુઆતો સાથે કમિશનરની ચેમ્બર સામે ધરણા પણ કરેલ છે. પણ કોઈએ સાંભળ્યું નથી. આમાં કયાંક ને કયાંક અધિકારીઓ સત્તાધીશો જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેની ભાગ-બટાઈ થઈ છે. આવું અમારું માનવું છે. તાત્કાલિક ધોરણે વિજીલન્સ તપાસ કરી ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માંગણી કરવામાં આવી છે.

આવેદનપત્ર સમયે દિગુભા જાડેજા, કોર્પોરેટર કાસમભાઈ જોખીયા, નયનાબા જાડેજા, સંજયભાઈ, ઉપેન્દ્રસિંહ જાડેજા, વલીમામદભાઈ બ્લોચ, સંદીપભાઈ બાલસરા, હરેન્દ્રસિંહ જાડેજા, સાજીદભાઈ બ્લોચ, તેજસ દોઢીયા, મહેશભાઈ ડાભી, લાલભા જાડેજા, હરેશ પરમાર, નુરમામદ ખુરેશી વગેરે જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh