Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનામતનો અંત લાવી વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી
ઢાકા તા. ૫: બાંગલાદેશમાં હિંસા ફાટી નીકળતા ૧૪ પોલીસકર્મી સહિત ૩૦૦ ના મોત અને એકાદ હજાર લોકો ઘાયલ થયા છે. અનામતનો સમાપ્ત કરવાની સાથે વડાપ્રધાન શેન હસીનાની રાજીનામાની માંગણી થઈ રહી છે. ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણીને લઈને શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં ૧૪ પોલીસકર્મીઓ સહિત લગભગ ૩૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસામાં હજારો લોકો ઘાયલ થયા છે. બાંગલાદેશમાં સ્થિતિ એટલી ખરાઅબ થઈ ગઈ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફયુ લાદી દેવામાં આવ્યો છે. તેમજ વિરોધને દબાવવા માટે દેશમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગોળીબારની સાથે પોલીસ વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના શેલ છોડી રહી છે જે હાઈ-વે અને સરકારી મિલકતોને નુક્સાન પહોંચાડી રહ્યા છે.
દેશમાં વિદ્યાર્થીઓ અસહકાર અભિયાન ચલાવી રહ્યા છે. રવિવારે ઓછામાં ઓછા ર૦ જિલ્લાઓમાં પોલીસ દળો અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓ સતત દેખાવો દ્વારા વડાપ્રધાન શેખ હસીના પર રાજીનામું આપવા માટે દબાણ જાળવી રાખવા માંગે છે. બાંગલાદેશમાં દેશવ્યાપી હિંસા સંદર્ભે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિરોધીઓ શા માટે આ જીવલેણ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ તેમની સરકાર પાસેથી શું માંગ કરે છે.
વાસ્તવમાં બાંગલાદેશમાં સરકારી નોકીરીઓ અંગે અનામત કાયદાની જોગવાઈ છે. બાંગલાદેશમાં પ૬ ટકા સરકારી નોકરીઓ આરક્ષણ પ્રણાલી હેઠળ અનામત છે. આ નોકરીઓમાં ૩૦ ટકા અનામત ૧૯૭૧ ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સૈનાનીઓના પરિવારો માટે આરક્ષિત છે. આ ઉપરાંત પછાત વહીવટી જિલ્લાઓ માટે ૧૦ ટકા અનામત અને મહિલાઓ માટે ૧૦ ટકા અનામત છે.
આ સિવાય પાંચ ટકા અનામત વંશીય લઘુમતી જુથો માટે અને એક ટકા અપંગ લોકો માટે અનામત છે. આમાં પણ વિવાદ બાંગલાદેશની આરક્ષણ પ્રણાલી વચ્ચે ૩૦ ટકા અનામતનો છે. જે સ્વતંત્રતા સેનાનીઓના પરિવારોને આપવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર શેખ હસીના સરકારનું સમર્થન કરનારાઓને અનામત આપવાના પક્ષમાં છે.
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે મેરિટના આધારે સરકારી નોકરીઓ આપવામાં આવતી નથી. બાંગલાદેશમાં સરકારી નોકરીઓમાં ૩૦ ટકા અનામતની ક્વોટા સિસ્ટમને લઈને ગયા મહિને હિંસક વિરોધ શરૂ થયો હતો. વિરોધ ઉગ્ર થતા સુપ્રિમ કોર્ટે ક્વોટા ઘટાડીને પ ટકા કર્યો, જેમાંથી ૩% લડવૈયાઓના સંબંધીઓને આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial