Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા ગોમતીઘાટ ઉપર મહિલાઓ માટે આધુનિક ચેન્જરૂમની વ્યવસ્થા ઉપલબ્ધ

સંસદસભાના પ્રયાસોથી

દ્વારકા તા. પઃ દ્વારકા શહેર એક સનાતન ધર્મનું આસ્થાનું સ્થાન છે. તેમજ દ્વારકા શહેરમાં આવેલ ગોમતી નદીમાં પવિત્ર સ્નાનનું ખૂબ અનેરૂ મહત્ત્વ છે. અને દ્વારકા આવતા શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં સ્નાનનો અચૂક લાભ લે છે પરંતુ લાંબા સમયથી સ્નાન પછી મહિલાઓને કપડા બદલવા માટે ચેન્જરૂમની ખાસ કોઈ વ્યવસ્થા હતી નહી. જેથી હાલ દ્વારકા નગરપાલિકા દ્વારા ગોમતી ઘાટે અહિના વાતાવરણને અનુરૂપ  હરિદ્વારમાં ગંગા નદી કિનારે મૂકવામાં આવેલ ચેન્જરૂમ જેવી ડિઝાઈનના આઠ ચેન્જરૂમ દ્વારકા નગરપાલિકા દ્વારા ગોમતી ઘાટ ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી દ્વારકા ગોમતી ઘાટ પર મહિલાઓની સુવિધા માટે ચેન્જરૂમની સુવિધા ઉપલબ્ધ થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh