Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટી કાશી' નાં ઉપનામથી પ્રચલિત અને નાના મોટા અનેક શિવાલય ની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના પ્રારંભે અને પ્રથમ સોમવારે પ્રત્યેક શિવાલયોમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા. ચારે તરફ 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો.
શહેરમાં વહેલી સવારથી જ વિવિધ શિવાલયોમાં શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેક ની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી.
શહેરનાં નાગેશ્વર વિસ્તારમાં આવેલ પુરાણપ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર તથા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર, નગરની મધ્યમાં ટાઉનહોલ નજીક આવેલ સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર તથા શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, કે.વી. રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર, ડિ.કે.વી. સર્કલ પાસે આવેલ શ્રી પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, પંચવટી વિસ્તારમાં આવેલ શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત જડેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલ શ્રી જળેશ્વ મહાદેવ મંદિર, ખોજાનાકા નજીક વાડી વિસ્તારમાં આવેલ પ્રાચીન શ્રી સુ ખનાથ મહાદેવ મંદિર તથા શ્રી મણીકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો એ દર્શન માટે કતાર લગાવી હતી.
ભક્તોએ રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્ર ને માથે ચડાવી શિવ આરાધના કરી હતી.
વર્તમાનમાં કોલેરા અને ચાંદીપુરા સહિતનો રોગચાળો ચાલી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાનાં સફાઈ તંત્ર દ્વારા શહેરનાં તમામ શિવાલયના આસપાસ કાળજી પૂર્વકની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ વિભાગ અને હોમગાર્ડનાં જવાનોને પણ અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે.
શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આવેલા શિવ મંદિર બહાર ટ્રાફિક પોલીસનાં જવાનોને પણ મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial