Advertisement
Author: નોબત સમાચાર

વાંસજાળીયા ગામમાં સવા ઈંચ, પરડવામાં પોણો ઈંચ અને જામવાડીમાં અડધા ઈંચથી વધુ વરસાદઃ અન્યત્ર છાંટાછુટી

જામનગરમાં વરસાદી ઝાપટાં પડતા માર્ગો ભીંજાયા

જામનગર તા. પઃ જામનગર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં છાંટાથી લઈ સવા ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં વાંસજાળીયામાં સવા ઈંચ, પરડવામાં પોણો અને જામવાડીમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય જગ્યાએ માત્ર છાંટા પડ્યા હતાં.

જામનગર જિલ્લાના આકાશમાં વરસાદી વાદળોના આંટાફેરા સતત જોવા મળી રહ્યા છે. છેલ્લા ૪૮ કલાકમાં ગોરંભાયેલા આકાશ વચ્ચે સામાન્ય છાંટાથી લઈ હળવો વરસાદ પડ્યો હતો.

ગત તા. ૩-૮-ર૪ ના બપોરે ધ્રોલ, લાલપુર અને જામજોધપુર તાલુકામાં વરસાદી વાદળોના આવાગમન વચ્ચે માત્ર છાંટા પડ્યા હતાં. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી જામનગર જિલ્લાના પીએચસીમાં વરસાદના આંકડાઓ પ્રાપ્ત થયા હતાં. જેમાં છેલ્લા બે દિવસમાં જામજોધપુરના વાંસજાળીયામાં સવા ઈંચ, પરડવામાં પોણા ઈંચથી વધુ અને જામવાડીમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય જામનગરના વસઈ, લાખાબાવળ, મોટી ભલસાણ, અને દરેડ, કાલાવડ તાલુકાના ખરેડીમાં માત્ર છાંટા પડ્યા હતાં. જામજોધપુર તાલુકાના સમાણા, શેઠવડાળા, ધુનડા, ધ્રાફા તેમજ લાલપુર તાલુકાના પડાણા, મોટા ખડબા તથા મોડપરમાં છાંટા પડ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh