Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેમેરા કાઢી લેવાનું કહી પાઈપથી કરાયો હતો પ્રહારઃ
જામનગર તા. પઃ દ્વારકાના રૂપેણ બંદર પર એક દંગામાં સીસીટીવી કેમેરા લગાડાતા તેને હટાવી લેવાના મુદ્દે એક યુવાન પર આઠ શખ્સે પાઈપથી હુમલો કર્યાે હતો. પોલીસે હત્યા પ્રયાસ અંગે ગુન્હો નોંધ્યો હતો. જેલહવાલે થયેલા આઠેય આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને જામીન પર છોડ્યા છે.
દ્વારકા નજીકના રૂપેણ બંદર પર ઈસ્માઈલ અલીભાઈએ પોતાના દંગામાં સીસીટીવી કેમેરા મૂકાવતા તેને હટાવી લેવા માટે ઈકબાલ જુમાએ બોલાચાલી કર્યા પછી ગઈ તા.૧૦ જુલાઈના દિને ઈકબાલ તેમજ લાખા જુમા, યાકુબ અલારખા, યાસીફ ઈકબાલ, સુલેમાન ઈકબાલ, ઓસમાણ ઈકબાલ, નઝીરહુસેન ઈકબાલ તથા જુમા અલારખા ભેંસલીયાએ પાઈપથી હુમલો કર્યાે હતો.
ઘવાયેલા ઈસ્માઈલ અલીભાઈને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આરોપી પૈકીના ઈકબાલ તથા યાકુબને પણ ઈજા થઈ હતી. પોલીસે આઠેય આરોપીને પકડી લઈ જેલ હવાલે કર્યા હતા. જામીનમુક્ત થવા આઠેય આરોપીએ અરજી કરતા દ્વારકાની અદાલતે આરોપીના વકીલ જીતેન્દ્ર હિંડોચા, અભિષેક ધ્રુવ, નિરવ સામાણીની દલીલો ગ્રાહ્ય રાખી અરજી મંજૂર રાખી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial