Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના -અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા પછી કલેક્ટર કચેરીમાં યોજાઈ સમીક્ષા બેઠક

કૃષિમંત્રી અને સાંસદે તંત્રને પ્રશ્નો ઉકેલવા કરી તાકીદઃ

ખંભાળિયા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા મુલાકાત લીધા પછી જિલ્લા વહીવટી તંત્રને નાગરિકોના પ્રશ્નોનું અગ્રતા ધોરણે નિરાકરણ લાવવા સૂચનો આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમે ચાંદીપુરા રોગચાળા અંગે પણ ચર્ચા કરી હતી.

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સો અતિવૃષ્ટિની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ રાહત બચાવ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપતા ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ વરસાદની સાપેક્ષે ૧૪૦ ટકા કરતા વધારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની સ્થિતિના પગલે કુલ પ૯ જેટલા લોકો રેશ્ક્યુ તેમજ ૩૦૩ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વરસાદની સ્થિતિને પરિણામે જિલ્લામાં ૪ જેટલા માનવ મૃત્યુ થયા હતાં જેમાં તમામને તાત્કાલિક સહાયની ચૂકવણી કરી આપવામાં આવી હતી. ઉપરાંત કુલ ર૪ પશુ મૃત્યુ થયા હતાં, જેમાં તમમ ર૪ પશુ મૃત્યુ સહાયની ચૂકવણી થઈ ચૂકી છે. જિલ્લામાં વીજ પુરવઠાની સ્થિતિને પણ અસર થઈ હતી, જેમાં કુલ ૯૪૬ વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા હતાં. જેમાંથી ૯ર૬ જેટલા વીજપોલના રિસ્ટોરેશનની કામગીરી પૂૃર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીના વીજપોલ રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત જિલ્લામાં ૧૪ હજાર કરતા વધારે ફૂડ પેકેટનું વિતરણ કરી નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તેની તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી છે.

કૃષિમંત્રીએ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને પાક નુક્સાન સર્વેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી તેને તાકીદે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતાં. વધુમાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં રસ્તાઓ, પીવાના પાણી, સિંચાઈ, વીજ પુરવઠો સહિતના પ્રશ્નોને અગ્રતા ધોરણે નિરાકરણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતાં. ઉપરાંત મંત્રીએ પ્રવર્તમાન ચાંદીપુરા વાયરસ અંગેની જિલ્લાની પરિસ્થિતિની વિગતોથી અવગત થઈને જરૂરી કાળજી લેવા તાકીદ કરી હતી.

આ તકે બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, અગ્રણી પાલાભાઈ કરમુર, પ્રતાપભાઈ પિંડારિયા, જીતેન્દ્રભાઈ કણઝારિયા, ભરતભાઈ ચાવડા સહિત સરપંચો, સ્થાનિક આગેવાનો, સંગઠન હોદ્દેદારો, અધિકારીઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh