Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માથાની પાછળ દુખાવો ઉપડ્યા યુવકનું મૃત્યુઃ
જામનગર તા. ૫: ધ્રોલના મોડપર ગામમાં ચાર મહિના પહેલાં એક ગર્ભવતી મહિલાને પેટમાં દુખાવો ઉપડ્યા પછી તેઓને વધુ સારવાર માટે તેમના વતનમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું છે. જ્યારે બાલાચડી સૈનિક સ્કૂલમાં કામ કરી રહેલા એક શ્રમિક માથાની પાછળ દુખાવો ઉપડતા પડી ગયા પછી બેશુદ્ધ બની મોતની ગોદમાં સરી ગયા છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.
ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં આવેલા નરેન્દ્રભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની કમલેશભાઈ ચમસિંહ વસુનિયા નામના યુવાનના પત્ની કારીબેન (ઉ.વ.૨૦) ગર્ભવતી બન્યા હતા. તે દરમિયાન ગઈ તા.૧ એપ્રિલની સવારે આ મહિલાને અચાનક પેટમાં દુખાવો થવા લાગતા તેઓને સારવાર માટે પડધરી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી અમદાવાદ અને ત્યાંથી વધુ સારવાર માટે તેમના વતન નજીક ઈન્દોરમાં લઈ જવામાં આવતા ત્યાં આ મહિલાનું મૃત્યુ નિપજ્યાનું પતિ કમલેશભાઈ વસુનિયાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જામનગર-જોડીયા માર્ગ પર આવેલા બાલાચડીમાં સૈનિક સ્કૂલમાં મજૂરીકામ માટે આવેલા જામનગરની શંકર ટેકરીના શાસ્ત્રીનગરમાં રહેતા જોનીભાઈ મહેશભાઈ નામના ૩૬ વર્ષના યુવાન શુક્રવારે બપોરે કામ કરી રહ્યા હતા ત્યારે માથાના પાછળના ભાગે દુખાવો થવા લાગતા આ યુવાન બેશુદ્ધ બનીને ઢળી પડ્યા હતા. તેઓને નજીકમાં આવેલા જાંબુડાના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મહેશભાઈ બિરબલભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial