Advertisement
Author: નોબત સમાચાર

ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી યુવતીનું અગ્નિસ્નાન

સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અરેરાટીઃ

જામનગર તા. ૫: જામનગરના એરપોર્ટ રોડ પર નવી આરટીઓ કચેરી નજીક રહેતા એક યુવતીને તેમના માતાએ ઘરકામ કરવા બાબતે ઠપકો આપતા તેણીએ ત્રણ સપ્તાહ પૂર્વે અગનપછેડી ઓઢી લીધી હતી. આ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પિતાએ પોલીસને જાણ કરી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર એરપોર્ટ રોડ પાસે આવેલી નવી આરટીઓ કચેરી નજીક વસવાટ કરતા ડાયાભાઈ રામજીભાઈ ગોરડીયા નામના પ્રૌઢની ૨૧ વર્ષની પુત્રી નદીનીબેનને ગઈ તા.૧૩ જુલાઈના દિને તેમના માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા આ યુવતીને માઠું લાગ્યું હતું.

તેણીએ આ જ દિવસે બપોરના સમયે પોતાના ઘરમાં શરીર ઉપર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાપી દીધી હતી. જોતજોતામાં ગંભીર રીતે દાઝી ગયેલા આ યુવતીને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેણીનું રવિવારે મૃત્યુ નિપજ્યું છે. પિતા ડાયાભાઈ ગોરડીયાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh