Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સોનલનગર, પટેલકોલોની સંત કબીર આવાસમાંથી ઝડપાયો જુગાર

ચાર મહિલા સહિત ૩૦ ઝડપાયાઃ ૩ ફરારઃ દોઢેક લાખનો મુદ્દામાલ કબજેઃ

જામનગર તા. ૫: જામનગરના સોનલનગરમાં એક મકાનમાં ગઈરાત્રે જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડતા ત્યાંથી ત્રણ મહિલા સહિત સાત વ્યક્તિ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. જ્યારે પટેલકોલોનીમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી આઠ પત્તાપ્રેમીની પોલીસે ધરપકડ કરી હતી. સંત કબીર આશ્રમમાંથી ત્રણ શખ્સ જુગાર રમતા ઝડપાયા હતા. એક શખ્સ અને બે મહિલા નાસી ગયા હતા. બેડેશ્વરમાંથી પાંચ અને લાલપુર શહેર તથા ભણગોરમાંથી છ પત્તાપ્રેમીની પોલીસે અટકાયત કરી હતી.

જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નંબર છમાં આવેલા અમી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શનિવારે સવારે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી ૫રથી સિટી બી ડિવિઝનના સ્ટાફે પીઆઈ પીપી ઝાની સૂચનાથી દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સાગર ઘેલાભાઈ સાથરપરા, ધ્રુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાગર પ્રવીણભાઈ પોપટ, કે.એચ. ઝાલા, સાગર કિશોરભાઈ સોમૈયા, ધવલ પ્રવીણભાઈ પોપટ, અભિજીત સિંહ યોગેન્દ્રસિંહ ઝાલા, મયુર રાજસિંહ જયરાજસિંહ રાણા નામના આઠ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂપિયા ૨૬,૭૫૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારાધારા કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના બેડેશ્વરમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે શનિવારે સાંજે જાહેરમાં તીનપત્તી રમી રહેલા જાકુબ સાદુરભાઈ માલાણી, રઝાક વલીમામદ જામ, જાવેદ રસુલ જામ, ઈશાક યુસુફ માણેક, અલીભાઈ બાવલાભાઇ મોવર નામના પાંચ શખ્સને સિટી બી ડિવિઝનના સ્ટાફે પકડી પાડી પટમાંથી રૂપિયા ૧૧,૨૩૦ કબજે કર્યા છે.

લાલપુરની ઉગમણી સીમમાં આવેલી કેનાલના કાંઠા નજીક એક ખેતર પાસે ખરાબામાં શનિવારે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા હિતેશ દેવજીભાઈ નેસડિયા, નટુભાઈ મોહનભાઈ નેસડિયા, નુરમામદ ઈસ્માઈલ ભટ્ટી  નામના ત્રણ શખ્સને રૂપિયા ૧૦૪૭૦ રોકડા સાથે લાલપુર પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે.

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં કોબા સીમ નજીક ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા હંસાબેન મંગાભાઈ પરમાર, ચંદુભાઈ અમરાભાઈ જાદવ, વસરામ જેઠાભાઈ વારસાકીયા, વલ્લભ નારણભાઈ વાવણોટીયા નામના ચાર વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી પોલીસે રૂ. ૪૨,૫૨૦ કબજે કર્યા છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર સંત કબીર આવાસમાં બ્લોક નં.બીમાં બીજા માળે લોબીમાં ગઈરાત્રે તીનપત્તી રમતા દિવ્યેશ બાબુભાઈ ગરથીયા, નિરજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, કનકસિંહ વિજયસિંહ જાડેજા નામના ત્રણ વ્યક્તિને પોલીસે દરોડો પાડીને ઝડપી લીધા હતા. પોલીસને જોઈને પ્રફુલ સોની, સીમાબેન સોની, ઉર્મિલાબેન શિંદે નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ. ૩૫૪૦ ઝબ્બે લીધા છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલા સોનલનગરમાં એક શખ્સના મકાનમાં જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી ગઈરાત્રે એક વાગ્યે સિટી સી ડિવિઝનના પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે અમુ મારાજની વાડી પાસે દિલીપસિંહ નારૂભા વાઢેરના મકાનમાં દરોડો પાડ્યો હતો.

તે મકાનમાં દિલીપસિંહને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા માનસંગ ધીરૂભા કંચવા, ગુમાનસિંહ રણુભા ગોહિલ, ચિરાગ ભોજાભાઈ ગઢવી, પુનીતાબેન અનિલભાઈ રાજગોર, કિરણબા માનસંગ કંચવા, દેવલબેન વીરાભાઈ માયાણી નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૪૭૪૦૦, એક બાઈક કબજે કરી તમામ સામે જુગાર ધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh