Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણેયના મોબાઈલ તથા રોકડ પોલીસે ઝબ્બે લીધાઃ
જામનગર તા. ૫: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગઈકાલે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. પંચેેશ્વર ટાવર પાસેથી સુરેન્દ્રનગરના વઢવાણનો એક શખ્સ સટ્ટો રમતો મળી આવ્યો હતો. તેણે અમદાવાદના શખ્સનું નામ આપ્યું છે. ત્રણેયના મોબાઈલ પોલીસે કબજે કર્યા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૧માં ગઈકાલે સાંજે એક શખ્સ મોબાઈલમાં એક એપ પર ક્રિકેટ સટ્ટો ખેલતો હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી નરેશ શોભરાજભાઈ કતીયારા નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં એક એપ પરથી વિકેટ, રનફેર વગેરે સોદા કરતો હતો. પોલીસે તેનો મોબાઈલ તથા રોકડ કબજે કર્યા છે.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં બેકરી પાસે ગઈકાલે રાત્રે મોબાઈલમાં એક આઈડી ઈન્સ્ટોલ કરી તેના પરથી ગઈકાલની ભારત તથા શ્રીલંકા વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કમલેશ બાબુલાલ ચાવડા નામના શખ્સને પોલીસે દબોચી લીધો છે. તેણે અમદાવાદના વીનિત પટેલનું નામ આપ્યું છે. પોલીસે મોબાઈલ તથા રોકડ રકમ ઝબ્બે લીધી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં ગઈકાલે સાંજે એક શખ્સ પોતાના મોબાઈલમાં આઈડી પરથી શ્રીલંકાના કોલંબોમાં ગઈકાલે રમાયેલી ભારત તથા શ્રીલંકાની ક્રિકેટ ટીમ વચ્ચેના મેચ પર સટ્ટો રમતો હોવાની વિગત મળતા દોડી ગયેલી પોલીસે ત્યાંથી અશોક મનજીભાઈ નંદા નામના શખ્સને પકડી લીધો છે. તેનો મોબાઈલ તથા રોકડ ઝબ્બે લેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial