Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં દરિયાકાંઠેથી બિનવારસુ મળી આવ્યું ૪૪ લાખનું ચરસ

શાંતિનગરમાં એક હોટલ સામેના દરિયાકાંઠા પરથી એસઓજીએ કબજે કર્યું: તપાસનો ધમધમાટ શરરૂ કરાયોઃ

જામનગર તા. ૧૬: દ્વારકા શહેરના શાંતિનગર વિસ્તારમાં ગઈરાત્રે એસઓજી ટીમ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં એક હોટલની સામેના દરિયાકાંઠા પાસેથી બિનવારસુ લાગતું પ્લાસ્ટિકનું બોકસ મળી આવ્યું હતું. તે બોક્સ કબજે કરી એસઓજીએ ખોલાવતા તેમાંથી ૮૯૭ ગ્રામ અને રૃા.૪૪,૮૫,૦૦૦નું ચરસ મળી આવ્યું હતું. પોલીસના પેટ્રોલિંગમાં પકડાઈ જવાના ડરથી તે ચરસ મંગાવનાર શખ્સે દરિયામાં કે દરિયાકાંઠે તેને ફેંેંકી દીધાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. એસપીના વડપણ હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યંુ છે ત્યારે ગઈકાલે દ્વારકાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પીઆઈ પી.સી. સીંગરખીયાના વડપણ હેઠળ રાત્રે બે વાગ્યે  કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં શાંતિનગર પાસેની એક હોટલ નજીકના દરિયાકાંઠે પારદર્શક પ્લાસ્ટિકનું એક બોક્સ જોવા મળ્યું હતું.

તે બોક્સને કબજે કરી એસઓજીએ તેને ખોલાવતા તેમાંથી ચરસ નીકળી પડ્યું હતું. ચોંેંકી ઉઠેલા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ પી.સી. સીંગરખીયાએ તરત જ દ્વારકા એસપી નિતેશ પાંડેયને વાકેફ કર્યા હતા. એસઓજીએ તે બોક્સમાંથી ૮૯૭ ગ્રામ ચરસ કબજે કરી લીધુ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૃા.૪૪,૮૫,૦૦૦ની કિંમત ધરાવતા આ ચરસના આ જથ્થાને કોઈ શખ્સે મંગાવ્યા પછી પોલીસના ચેકીંગમાં પકડાઈ જવાના ડરથી દરિયામાં અથવા દરિયા કાંઠે ફેંકી દીધાની શંકા સેવાઈ રહી છે. પીઆઈ પી.સી. સીંગરખીયાએ ખુદ ફરિયાદી બની દ્વારકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે એનડીપીસી એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાયો છે. ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ દ્વારકાના પીઆઈ ટી.સી. પટેલે તપાસ શરૂ કરી છે. એસઓજી સ્ટાફના જગદીશભાઈ કરમુર, અશોક ભાઈ સવાણી, સ્વરૂપસિંહ, કૃષ્ણરાજસિંહ જાડેજા વગેરેએ પીઆઈ ટી.સી. પટેલ સાથે રહી વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh