Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિનજામીનલાયક વોરંટની બજવણીઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક આસામીએ ચેક પરતની કરેલી ફરિયાદમાં ભાણવડના આરોપી હાજર ન રહેતા હોવાથી બિનજામીન લાયક વોરંટ નીકળ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા તેને જેલમાં ધકેલી દેવાનો હુકમ કરાયો છે.
જામનગર નજીકના મોરકંડામાં રહેતા પ્રકાશ વૃજલાલ પરમારે ભાણવડના જમનભાઈ રામજીભાઈ રાઠોડ સામે રૃા.૧૬ લાખના ચેક પરતની ફરિયાદ કોર્ટમાં નોંધાવી હતી. તે કેસમાં હાજર થવા આરોપીને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
આમ છતાં આરોપી હાજર ન હતા તેની સામે બિનજામીન લાયક વોરંટ ઈસ્યુ થયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા અદાલતે આરોપીને જેલમાં મોકલી દેવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial