Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા
ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આવતીકાલે રામનવમી શોભાયાત્રા યોજાશે અને ૨૩ એપ્રિલે હનુમાન જયંતી ઉજવાશે.
વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર ધર્માચાર્ય પ્રમુખ પ્રવિણસિંહ કંચવાએ જણાવેલ કે તા. ૧૭-૦૪-૨૪ના સાંજે ચાર વાગ્યે ખંભાળીયામાં નગર ગેઈટ પાસે રામમંદિરથી ભગવાન શ્રી રામની આરતી કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.
આ શોભાયાત્રા નગર ગેઈટ રામમંદિરથી બરછા સ્ટ્રીટ, મોરલી મંદિર, લુહાર શાળ, ઝવેરી બજાર, હર્ષદ મંદિર, માંડવી ટીંબા, ગુગળી ચકલો, વિજય ચોક, કલ્યાણરાયજી મંદિર, મુખ્ય બજાર, શાકમાર્કેટ, રાજડા રોડ, જોધપુર ગેઈટ, રોકડીયા હનુમાન થઈ નગર ગેઈટ પાસેથી પરત શ્રીરામ મંદિરે પહોંચશે જ્યાં મહાઆરતી યોજાશે. આ કાર્યક્રમમાં વિવિધ વેષભૂષા સાથે લોકો-બાળકો પણ જોડાશે.
વિ.હિ.પ. તથા બજરંગ દળ દ્વારા તા. ૨૩-૦૪-૨૪ના શ્રી હનુમાનજી પ્રાગ્ટય મહોત્સવ યોજાશે. આ દિવસે નગર ગેઈટ રામમંદિરથી સાંજે ચાર વાગ્યે હનુમાનજીની શોભાયાત્રા નીકળશે તથા શારદા સિનેમા રોડ થઈ રોકડીયા હનુમાન મંદિરે પૂર્ણ થશે.
વિ.હિ.પ.ની સ્થાપનાને ૬૦ વર્ષ પૂરા થતાં હોય સષ્ટીપૂર્તિ મહોત્સવ તરીકે રામજન્મ ઉત્સવ તથા હનુમાન જયંતી દરેક ગામ તથા દરેક વોર્ડમાં ઉજવવા આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial