Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંપનીની નીતિઓના ઉલ્લંઘનના કારણે
નવી દિલ્હી તા. ૧૬: એલોન મસ્કના એક્સ પ્લેટફોર્મ દ્વારા ભારતના ર.૧૩ લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો હોવાનું જાણવા મળે છે.
એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે એક્સ પ્લેટફોર્મે ભારતમાં ર.૧૩ લાખ એકાઉન્ટ બંધ કર્યા છે. કંપનીની નીતિઓના ઉલ્લંઘનને કારણે આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ એક્સ પ્લેટફોર્મે ર૬ ફેબ્રુઆરીથી રપ માર્ચ ર૦ર૪ વચ્ચે ર.૧૩ લાખ એકાઉન્ટને બંધ કર્યા છે. આ એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે કેમ કે તેમાંથી કંપનીની નીતિઓ વિરૂદ્ધ પોસ્ટ થઈ રહી હતી.
આમાંથી કેટલાક એકાઉન્ટ અશ્લીલતા ફેલાવતા હતાં અને કેટલાક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતાં. રિપોર્ટ અનુસાર એકસ પ્લેટફોર્મે કુલ ર,૧ર,૬ર૭ એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરી છે. આ એકાઉન્ટ્સ ગેરકાયદેસર અને હાનિકારક સામગ્રી સાથે સંકળાયેલા હતાં.
આ ઉપરાંત ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા ૧,ર૩પ એકાઉન્ટ પણ મળી આવ્યા છે. ઈન્ટરનેટની દુનિયામાં પણ લોકો આ સ્વતંત્રતાનો દૂરૂપયોગ કરે છે. આવી સ્થિતિમાં યુઝર્સ મનમાની કરતા હોય છે. એક્સ પ્લેટફોર્મ આવી પ્રવૃત્તિઓને અવગણશે નહીં અને એકાઉન્ટ્સને બંધ કરશે. આ પહેલીવાર નથી કે એક્સ દ્વારા એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી હોય, અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દર મહિને તેનો અનુપાલન રિપોર્ટ જાહેર કરે છે. જેમાં યુઝર્સની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાંઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. કંપનીએ પણ જણાવેલ છે કે કેટલાક એકાઉન્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર એક્સ જ નહીં, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આવા રિપોર્ટ જાહેર કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial