Advertisement
Author: નોબત સમાચાર

છાતીમાં દુખાવો અને શ્વાસ ચઢતા પ્રૌઢનું નિપજ્યું મૃત્યુ

સુરજકરાડીના પ્રૌઢ પર કાળ ત્રાટક્યોઃ

જામનગર તા. ૧૬: ઓખામંડળના સુરજકરાડીમાં રહેતા એક પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડવાની સાથે શ્વાસ ચઢવા લાગતા તેઓને દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડીના ઉદ્યોગનગરમાં વસવાટ કરતા કાનાભાઈ આલાભાઈ કાટેજા (ઉ.વ.૫૩) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ ચઢવા લાગતા તેઓને સારવાર માટે મીઠાપુર સ્થિત તાતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ પ્રૌઢને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. મૃતકના પુત્ર સંજયભાઈએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh