Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યાઃ
જામનગર તા. ૧૬: જામનગરના ગોકુલનગર પાસે સાંઢીયા પુલ નજીક માધવ બાગ ૧માં આવેલી એક બિલ્ડીંગમાં ઠંડા પીણાની દુકાનમાં ગઈકાલે સવારે આવી ચઢેલા બે ગઠીયાએ દુકાનદાર મહિલાનું ધ્યાન ચૂકવી દુકાનના ગલ્લામાંથી રૃા.૩૦ હજાર રોકડા સાથેનું પર્સ ઉઠાવી પોબારા ભણી લીધા હતા. પોલીસે ગુન્હો નોંધી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે.
જામનગરના ગોકુલનગર નજીક આવેલા અયોધ્યાનગરની શેરી નં.૧૨માં વસવાટ કરતા અને માધવ બાગ-૧ પાસે કોપર સિટી બિલ્ડીંગમાં પાંચ નંબરની દુકાનમાં હરસિદ્ધિ સોડા શોપ ચલાવતા હીરેન રમેશભાઈ કણઝારીયા નામના યુવાનના પત્ની સંગીતાબેન ગઈકાલે સવારે દુકાનમાં હાજર હતા.
આ વેળાએ પચ્ચીસથી સત્યાવીસ વર્ષની વયના લાગતા બે અજાણ્યા શખ્સ ઠંડુ પીણુ પીવા માટે દુકાને આવ્યા હતા. આ શખ્સોએ પીણુ બનાવવાનો ઓર્ડર આપતા સંગીતાબેન તેમાં વ્યસ્ત બનતા આ શખ્સોએ તે મહિલાની નજર ચૂકાવી દુકાનમાં રહેલા ટેબલના ખાનામાંથી વેપારના રૃા.૩૦ હજાર રોકડા અને જરૂરી કાગળ વાળુ પર્સ તફડાવી લીધુ હતું.
આ બંને શખ્સના ગયા પછી સંગીતાબેનને તેની ઉઠાંતરીની જાણ થતાં તેણીએ હીરેનભાઈને વાકેફ કર્યા હતા. તેઓએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૭૯, ૪૫૨, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial