Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિઃ મતદાન કરવા પ્રેરિત કરાયા

કંપનીના કામદારોને મતદાનનું મહત્ત્વ સમજાવાયું

ખંભાળીયા તા. ૧+૬ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૃરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિના સંકલ્પ લેવામાં આવ્યા હતાં.

જે અન્વયે ભાણવડ તાલુકાની જીઆઈડીસીમાં આવેલ અરમાન ઈન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી મિનરલ્સ, કેનેડી અને ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, બાંકોડીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કંપનીમાં કામ કરતા કામદારોને મતદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-ર૦ર૪ માં અચુક મતદાન કરવાં પ્રેરિત કર્યા હતા અને અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા જણાવ્યું હતું. તેમજ મતદાન કરવા અંગે સંકલ્પ લેવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh