Advertisement
Author: નોબત સમાચાર

પિયરે પ્રસંગમાં ગયેલા મહિલાને ભાભી સાથે બોલાચાલી થતાં કરી આત્મહત્યા

મોમાઈનગરમાં વૃદ્ધે ખાઈ લીધો ગળાફાંસોઃ

જામનગર તા. ૧૬: જામનગરના મોમાઈનગરમાં રહેતા એક વૃદ્ધના પત્નીનું એક મહિના પહેલાં નિધન થયા પછી સતત ચિંતામાં રહેતા આ વૃદ્ધે ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. ધ્રોલના એક મહિલા પોતાના પિયર પ્રસંગમાં ગયા ત્યાં ભાભી સાથે બોલાચાલી થતાં તેઓએ જલદ પ્રવાહી પી લીધુ હતું. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તાર ૫ાસે આવેલા મોમાઈનગરની શેરી નં.૧માં રહેતા રણછોડભાઈ દેવજીભાઈ વઢવાણા (ઉ.વ.૭૯) નામના લુહાર વૃદ્ધના પત્ની સરલાબેનનું એકાદ મહિના પહેલાં બીમારીના કારણે અવસાન થયું હતું. પત્નીના નિધન પછી રણછોડભાઈ સતત વિયોગ અનુભવવાની સાથે ચિતામાં રહેતા હતા.

આ વૃદ્ધે ગઈકાલે સવારે પોતાના રહેણાંકના પહેલાં માળે રવેસમાં આવેલા હિંગોળાના હુંકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં પરિવારજનોએ રણછોડભાઈને નીચે ઉતારી ૧૦૮ને કોલ કર્યાે હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે ચકાસ્યા પછી આ વૃદ્ધને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર કિરણભાઈ વઢવાણાએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ આર.પી. અસારીએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં રહેતા મધુબેન લાલાભાઈ રાતડીયા (ઉ.વ.રર) નામના ભરવાડ પરિણીતા પોતાના પિયરે યોજાયેલા એક પ્રસંગમાં ગયા હતા જ્યાં તેઓને તેમના ભાભી સાથે કોઈ બાબતે બોલાચાલી થતાં મધુબેનને માઠું લાગી આવ્યું હતું. આ મહિલાએ રવિવારે સાંજે જોડિયાના વાવડી ગામમાં પમીબેન છગનભાઈ ટોયટાના ઘરમાં કોઈ જલદ પ્રવાહી પી લીધુ હતું. આ મહિલાનું મૃત્યુ થયું છે. પમીબેને પોલીસને જાણ કરી છે. જોડિયા પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh