Advertisement
Author: નોબત સમાચાર

ધુતારપરના કરૂણ બનાવમાં સસરાએ જમાઈ સામે દુષ્પ્રેરણાની કરી ફરિયાદ

મહિલાએ સંતાનોને કૂવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું હતું:

જામનગર તા. ૧૬: જામનગરના ધુતારપર ગામમાં એક શ્રમિક મહિલાએ પોતાના ત્રણ સંતાનને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવી લઈ આત્મહત્યા કરી હતી. પિયર જવાની બાબતે પતિ સાથે બોલાચાલી થયા પછી આ પગલું ભર્યાનું ખૂલ્યું હતું. તે દરમિયાન પરપ્રાંતમાંથી દોડી આવેલા મૃતક મહિલાના પિતાએ પોતાની પુત્રીને ત્રાસ આપી જમાઈએ મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલા રસીકભાઈ દામજીભાઈ નામના ખેડૂતના ખેતરમાં કૂવામાં રવિવારે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રણજીતગઢ ગામના શ્રમિક કમલેશ જ્ઞાનસિંગ મિનાવાના પત્ની સંગીતાબેન ઉર્ફે ધનુબેને પોતાના ત્રણ સંતાનને ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવી લીધુ હતું. ધનુબેન તેમજ તેમની છ વર્ષની પુત્રી મમતા, ત્રણ વર્ષની પુત્રી અંજલી અને નવ મહિનાના પુત્ર સોહન તથા ધનુબેનના મૃતદેહ ફાયરબ્રિગેડે કૂવામાંથી બહાર કાઢ્યા હતા.

આ મહિલાએ પતિ કમલેશ પાસે બનાવના એકાદ દિવસ પહેલાં પિયર જવા માટે વાત કરી હતી પરંતુ કમલેશે ભાગમાં રાખેલા ખેતરમાં વાવેલા જીરાનો હિસાબ થઈ જાય પછી પિયરે જજે તેમ કહેતા આ મહિલાએ પોતાના ત્રણ સંતાન સાથે કૂવો પૂર્યાની કેફિયત કમલેશે પોલીસ સમક્ષ જાહેર કરી હતી. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી હતી અને કમલેશની ફરિયાદ પરથી ધનુબેન સામે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો.

મૃતક મહિલાના મધ્ય પ્રદેશમાં રહેતા માતા-પિતાને આવી જવા પોલીસે સૂચન કરતા ગઈકાલે ધનુબેનના પિતા શેરૂભાઈ રડુભાઈ માવડા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી ગામમાંથી દોડી આવ્યા હતા. તેઓએ જમાઈ કમલેશ સામે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની પુત્રી ધનુબેન ઉર્ફે સંગીતાબેનને જમાઈ અવારનવાર ત્રાસ આપતો હતો તેનાથી કંટાળી જઈને ધનુબેને પોતાના ત્રણ સંતાનને કૂવામાં ફેંકી આત્મ હત્યા કરી લીધી છે. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા તથા ત્રાસ આપવા અંગે પતિ સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh