Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાધાન થયા પછી આપ્યા હતા બીજા બે ચેકઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક કારખાનેદાર સામે ચેક પરતની ફરિયાદ કરાતા તેઓએ સમાધાન કરી રૃા.૫૦,૦૦૦ના બે ચેક આપ્યા હતા. તે બંને ચેક પણ પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં અદાલતે આરોપી કારખાનેદારને છ મહિનાની કેદની સજા અને રૂપિયા ૧,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યાે છે.
જામનગરના રૂપેશભાઈ વીરચંદ શાહ પાસેથી સંબંધ દાવે રૃા.૪,૦૦,૦૦૦ જય ચામુંડા બ્રાસ ઈન્ડસ્ટ્રીઝવાળા મહેશભાઈ દયાળજીભાઈ સાકરીયાએ મેળવ્યા પછી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા રૂપેશભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં મહેશભાઈએ રૃા.૫૦ હજારના બે ચેક ફરીથી આપ્યા હતા.
તે બંને ચેક પણ પરત ફરતા રૂપેશભાઈએ નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહેશભાઈ સાકરીયાને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. આ દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી અપાશે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial