Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રાસ ઉદ્યોગકારોને અમેરિકા સાથે વ્યાપાર સંબંધિત માહિતી અપાઈઃ
જામનગર તા. ૧૬ઃ જામનગરના બ્રાસ ઉદ્યોગકારોએ અમેરિકા સાથે વ્યાપાર સંબંધિત માહિતી આપવા માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ એપ્રિલ ર૦ર૪ ના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસો.ના ઓડીટોરિયમ હોલમાં આયોજીત કાર્યક્રમમાં ઈન્ડો-અમેરિકન ચેમ્બરના સ્પીકર મીસ્ટર ડેવીડ નેચમેન, ગિરીશ મોહિલે, સ્નેહલ બત્રા, રંજીતા પ્રકાશ ઈન્ડો. અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના ચેરપર્સન કુસુમ કૌલ વ્યાસ, સેકન્ડ વાઈસ ચેરપર્સન તેજીન્દરપાલસિંઘ ઓબેરોય, એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરા, માનદ્મંત્રી મનસુખભાઈ સાવલા, ખજાનચી ભાયલાલભાઈ ગોધાણી, સંપાદક પરેશભાઈ માલાણી, તથા સંલગ્ન સંસ્થાના હોદ્દેદારો, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં.
સેમિનારમાં સંસ્થાના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ પોતાના સ્વાગત પ્રવચનમાં જામનગરના બ્રાસ ઉદ્યોગના વ્યવસાય અને રોકાણકારો માટે યુ.એસ. ઈમીગ્રેશન કાયદાઓ તેમના વિકલ્પો એલ-૧ વિઝા, ઈવી-૧, સીએ ઈબી-પ સહિત અન્ય ઈમીગેશન કાયદાઓ વિશે જામનગરમાં બ્રાસ ઉદ્યોગકારોને જાણકારી મળે, તેનું માર્ગદર્શન આપવા માટે યોજાયેલ આ સેમિનાર આપનાર માહિતીની ઉદ્યોગકારોને અમેરિકા સાથે વ્યાપાર કરવાની તકો ઊભી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ઈન્ડો અમેરિકન ચેમ્બર, સ્પીકરો દ્વારા જામનગર બ્રાસ ઉદ્યોગકારો, વ્યવસાય અને રોકાણ માટે યુએસ ઈમીગેશને કાયદાઓ, તેમના વિકલ્પો તથા વિઝા વિશે વિગતવાર માહિતી આપી ઉદ્યોગકારોમાં પ્રશ્નોના જવાબ આપ્યા હતાં.
સેમિનારનું સંચાલન શ્રીમતી જયા ચૌહાણે કર્યું હતું. જ્યારે આભારવિધિ ઈન્ડો અમેરિકન ચેમ્બરના સેકન્ડ વાઈસ ચેરપર્સન તેજીન્દરપાલસિંઘ ઓબેરોય દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial