Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના આંગણે તા.૨૨ એપ્રિલે આયોજનઃ
જામનગર તા. ૧૬ઃ શ્રીમદ્ રામચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂ. ગુરૃદેવ રાકેશજીના અમૃતમય સત્સંગનું આયોજન તા.૨૨-૪-૨૪ના રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી ૧૨, પટેલ કોલોની વિશ્વકર્મા હોલમાં, ગાંધીનગર મેઈન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે ધીરૃભાઈ શિંગાળા (મો.૯૮૨૪૨ ૨૬૭૨૬) જીતુભાઈ મહેતા (૯૪૦૮૨ ૪૮૨૧૮)નો સંપર્ક કરવા જણાવાયું છે.
૧૫૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરસ્વામીના સનાતન માર્ગના પ્રવર્તક અને ઉદ્ધારક, દિવ્ય દ્રષ્ટા, આત્મજ્ઞાની સંત, મૂર્તિમાન અધ્યાત્મ, તિવ્ર પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મપ્રાપ્તિનો માર્ગ ઉદ્ઘોષિત કર્યાે. તેઓશ્રીનો બોધ જેના અણુએ અણુમાં ધબકે છે. એવું આંતરિક રૃપાંતરણ માટે કાર્યરત એક આધ્યાત્મિક-શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્વના પાંચ ખંડોમાં ૨૦૬ કેન્દ્રો દ્વારા પ્રવર્તમાન છે.
પૂ. ગુરૃદેવશ્રી રાકેશજીની અવિરત કરૃણાનું સાકાર રૃપ છે. વિશ્વવ્યાપી સામાજિક અભિયાન શ્રીમદ્ રાજચંદ્ર વ એન્ડ કેર, જે નિષ્કામ સેવા દ્વારા અભાવગ્રસ્ત લોકોને શાતા પહોંચાડે છે. તેઓશ્રી વિશ્વભરમાં આવેલ ૯૬ યુથ ગ્રુપ દ્વારા હજારો યુવાનોને પાંચ 'એસ' કાર્યક્રમ-સત્સંગ, સાધના, સેવા, સંસ્કૃતિ અને સ્પોસ્ટ્ના માધ્યમથી ઉચ્ચ જીવનલક્ષ તરફ દોરી રહ્યા છે અને શ્રીમદ્ રામચંદ્ર ડિવાઈન ટચના માધ્યમથી વિશ્વભરમાં ૨૫૨થી વધુ મૂલ્ય શિક્ષણ કેન્દ્રો બાળકોનું ઘડતર કરી રહ્યા છે.
કૂવો તરસ્યા પાસે જાય એ રીતે પૂજ્ય ગુરૃદેવ શ્રી રાકેશજી ધર્મયાત્રાના માધ્યમથી વિશ્વભરમાં જિજ્ઞાસુ જીવોને દર્શન-બોધાદિનો અપૂર્વ લાભ બક્ષે છે. ધર્મયાત્રા દરમિયાન તેઓ સત્સંગ, સમાગમ, પ્રતિષ્ઠા, પધરામણી ઈત્યાદિની લ્હાણી દ્વારા મુમુક્ષુઓના જીવનમાં અધ્યાત્મનું બળ ભરી તેમનું ઉચ્ચ ધ્યેય તરફ આરોહણ કરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial