Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂના કેસમાં માંગ્યા હતા રૃા.૧૫,૦૦૦:
જામનગર તા. ૧૬: જામનગરમાં રામેશ્વરનગર પાસેથી એસીબીએ પોલીસ જમાદારને રૃા.૧૫ હજારની લાંચ લેતાં પકડી પાડ્યા પછી તેની રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કર્યાે હતો. આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જામનગરના એક આસામીની દારૂની બોટલ સાથે અગાઉ ધરપકડ થયા પછી તે આરોપીને હેરાન નહીં કરવાની ભલામણ તેના સંબંધીએ કરી હતી. તે પછી હે.કો. બાદલ એન. ચોટલીયાએ તે વ્યક્તિ પાસે રૃા.૧૫ હજારની લાંચની માગણી કરી હતી.
પૈસા અથવા તેની સામે ઘઉં અને જીરૂ આપી દેવા જમાદારે કહ્યું હતું પરંતુ પોતાની રીતે લઈ લેવાનું કહેવાતા રૃા.૧૫ હજાર આપવા બાદલ ચોટલીયાએ કહ્યું હતું. આ બાબતની જામનગર એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાવાતા પીઆઈ એમ.ડી. પટેલ તથા સ્ટાફે છટકુ ગોઠવી શનિવારે જમાદાર બાદલ ચોટલીયાને રૃા.૧૫ હજારની લાંચ સ્વીકારતો રામેશ્વરનગર પાસે એક હોટલ નજીકથી પકડી પાડ્યો હતો.
એસીબી નિયામક કે.એચ. ગોહિલની સુચનાથી રાજકોટ એસીબીના પીઆઈ જે.એમ. આલે તપાસ શરૂ કરી હતી. જેમાં આ જમાદારના મકાનની તલાશી લેવાઈ હતી. ત્યાંથી કંઈ વાંધાજનક મળ્યું નથી અને બેંકમાં તેનું કોઈ લોકર હોવાનું પણ ખૂલ્યું નથી. પોલીસમેન બાદલ ચોટલીયાને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ ગઈકાલે સાંજે પૂર્ણ થતાં બાદલ ચોટલીયાને જેલહવાલે કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial