Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નયારા એનર્જી આયોજીત મહિલા દિનની ઉજવણીમાં
જામનગર તા. ૧૬: ધન્વન્તરિ ઓડીટરિયમમાં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નયારા એનર્જીના સહયોગથી સીએસઆર પ્રોગ્રામ પ્રોજેકટ એકસેલ હેઠળ ઈનશક્તિ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અને બહેનોમાં રહેલી ક્રિએટિવિટી બહાર આવે અને તેમજ બહેનોનો સર્વાંગી વિકાસ થાય અને જીવનમાં કઈક નવું શીખી આગળ વધી શકે એ માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉજવણી દરમ્યાન ર૧ મી સદી કૌશલ્ય તાલીમમાં પ્રોજેકટ એકસેલ હેઠળ તાલીમ લઈ રહેલ સોફટ એન્ડ એમ્પ્લોઈલીબીટી સ્કીલના આશરે રપ૦ તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો. વુમન એમપાવરમેન્ટ હેઠળ વિવિધ કાર્યક્રમ તથા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે વિવિધ સ્પર્ધા જેમકે મહેંદી સ્પર્ધા, મિલેટ્સ વાનગી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા, ટ્રેડિશનલ વેલ ડ્રેસ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ તથા જામનગર પોલીસ શી ટીમ તેમજ ૧૮૧ મહિલા અભ્યમ અને ૧૦૮ અને ખિલખિલાટ એમ્બ્યુલન્સ વિશે બહેનોને સેફટી અને સિકયોરિટી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમના સમાપન દિવસે ધન્વતરિ ઓડિટરિયમમાં ઉપરોકત સ્પર્ધાના વિજેતા બહેનોને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને આધીન સાંસ્કૃતિક ડાન્સ કાર્યક્રમ તેમજ રોલ પ્લે ના મધ્યમથી સમાજમાં સોશ્યલ મેસેજ પણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આશરે ૬પ૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (આઈપીએસ), ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં હાજર રહેલ બહેનોને ભણતર બાબતે, રોજગારી બાબતે, સલામતી બાબતે, સોશ્યલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવા, અને સાયબર ક્રાઈમથી થતી છેતરપિંડીથી બચવા બાબતે વિવિધ માહિતી આપી હતી. અને બહેનો નીડર બની અને પોલીસ સંપર્ક કરે કારણ કે કોઈ પણ મુશ્કેલી હોય તો અમારી પોલીસ ટીમ હંમેશાં બહેનો માટે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાર્યરત છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજના યુછાનો જે ગાડી સ્પીડમાં ચલાવે છે અને બહાદુરી દેખાડી રહ્યા છે જે યોગ્ય નથી અને એક્સિડન્ટથી બચવા માટે દરેક બહેનોને નિવેદન કરેલ કે આપના ભાઈઓને આ બાબતે માહિતી આપવી અને કોઈ ખોટો બનાવ ના બને એ બાબતે કાળજી રાખવી જોઈએ.
ઈનશક્તિ ફાઉન્ડેશન સંસ્થાને આવા ને આવવા સમાજ સેવાના કાર્યો કરતા રહે એ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ બહેનોના ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. નયારા એનર્જીના પ્રતિનિધિ, વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોના ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઈનશક્તિ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial