Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઉદ્યોગકારો રામનવમી અથવા શુક્રવારે કોઈપણ દિવસે રજા રાખી શકશે

બન્ને દિવસે વીજપુરવઠો ચાલુ રહેનાર હોઈ

જામનગર તા. ૧૬ઃ આગામી તા. ૧૭ અને ૧૯ એમ બન્ને દિવસ વીજપુરવઠો ચાલુ રહેનાર છે. આથી ઉદ્યોગકારો જે દિવસે પોતાના એકમો ચાલુ રાખવા હોય તે દિવસે રાખી શકે છે. રામનવમીના તહેવારને અનુલક્ષીને ઔદ્યોગિક એકમો બંધના દિવસ બાબતે ઉદ્યોગકારો સતત ફેક્ટરી ઓનર્સ એસો. સમક્ષ પૂછપરછ કરતા હતાં. તા. ૧૭ ના રામનવમી અને તા. ૧૯ ના રાબેતામુજબ શુક્રવાર એમ બન્ને દિવસે વીજ પુરવઠો ચાલુ રાખવામાં આવનાર છે.

ઉદ્યોગકારો જે દિવસે પોતાના એકમો ચાલુ રાખવા હોય તે દિવસે સ્વૈચ્છિક રીતે તેમના એકમો ચાલુ રાખી શકશે. તેમ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh