Advertisement
Author: નોબત સમાચાર

રોડ પર ફળની રેંકડી રાખવાના પ્રશ્ને બે રેંકડી ધારક વચ્ચે થઈ મારામારી

બંને પક્ષે ફરિયાદ નોંધાવતા પાંચ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૧૬: જામનગરની સજુબા સ્કૂલ પાસે ગઈકાલે સવારે રોડ પર રેંકડી રાખવાના પ્રશ્ને બે રેંકડીચાલક વચ્ચે બોલાચાલી પછી મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ઈજા થઈ હતી. એક પક્ષે ત્રણ સામે અને બીજા પક્ષે બે સામે હુમલાની પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે.

જામનગરના દરબારગઢ વિસ્તારમાં રહેતા પિયુષ પ્રવીણભાઈ ગોલારાણા તથા જીજ્ઞેશ નામના વ્યક્તિઓ ગઈકાલે ફળની રેંકડી સજુબા સ્કૂલ પાસે રાખી વેપાર કરતા હતા ત્યારે ત્યાં કાંતિભાઈ મનસુખભાઈ નકુમે પોતાની રેંકડી જાહેર રસ્તા પર રાખી વેપાર શરૂ કરતા તેને જીજ્ઞેશે રેંકડી સાઈડમાં રાખવાનું કહેતા બોલાચાલી થઈ હતી.

ત્યારપછી કાંતિભાઈએ ગાળો ભાંડી હતી અને પોતાના ભાઈ સંજય તથા પિતા મનસુખ જેરામભાઈને બોલાવી લીધા હતા. ત્રણેય શખ્સે ધોકાથી હુમલો કરી પિયુષ, જીજ્ઞેશ અને વચ્ચે પડનાર પ્રવીણભાઈને ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હતો. પ્રવીણભાઈને ફ્રેક્ચર થઈ ગયું હતું. આ બાબતની પિયુષે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તે ફરિયાદની સામે સંજય મનસુખભાઈ નકુમે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ સંજય તથા કાંતિભાઈ ગઈકાલે સવારે સજુબા સ્કૂલ પાસે રેંકડીમાં વેપાર કરતા હતા ત્યારે જીજ્ઞેશ તથા પિયુષે કાંંતિભાઈને ગાળો ભાંડી હતી. તેથી કાંતિભાઈએ સંજયને બોલાવતા સંજયે સમજાવટ કરી હતી તેના પગલે ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી જીજ્ઞેશ તથા પિયુષે માર માર્યાે હતો. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh