Advertisement
Author: નોબત સમાચાર

બાટીશા તથા મોરઝરમાંથી અંગ્રેજી શરાબની નાની મોટી ૨૬૫ બોટલ ઝબ્બે

મોરઝરમાંથી જ પકડાઈ વધુ ૬૫ બોટલઃ

જામનગર તા. ૧૬: દ્વારકાના બાટીશા ગામમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી એક શખ્સને દારૂની ૯૦ બોટલ સાથે પકડી લીધો છે. તેના સાગરિતનું નામ આપ્યું છે. ભાણવડના મોરઝરમાં બે શખ્સના ખેતરમાંથી દારૂની નાની મોટી ૧૭૫ બોટલ ઝબ્બે લેવાઈ છે. મોરઝરમાંં એક શખ્સના મકાનમાંથી ૬૫ બોટલ પકડાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાટીશા ગામના વાડી વિસ્તાર પાસે એક શખ્સના કબજામાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે દ્વારકા પીઆઈ ટી.સી. પટેલની સુચના અને પીએસઆઈ રાજેશ સુવાના વડપણ હેઠળ પોલીસ સ્ટાફે દરોડો પાડી ઓઘડભા બુધાભા સુમણીયાના કબજામાંથી અંગ્રેજી શરાબની ૯૦ બોટલ કબજે કરી છે. આ શખ્સે પોતાના સાગરિત રાજુ રબારીનું નામ આપ્યું છે.

ભાણવડ તાલુકાના ગડુ ગામના પાટિયા પાસેથી ગઈકાલે બપોરે પોલીસે રમેશ દેવાભાઈ મોરી નામના શખ્સને દારૂની ચાર બોટલ સાથે પકડી પાડ્યો છે. તેણે બોટલ લખમણ નારણભાઈ કોડીયાતર પાસેથી લીધાનું કબૂલ્યું છે.

ભાણવડના મોરઝર ગામમાં વિજય ઉગાભાઈ બગડાના મકાનમાં ગઈકાલે ભાણવડ પોલીસે દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બે જુદી જુદી બ્રાંડની ૬૫ બોટલ મળી આવી હતી. પોલીસે વિજયની ધરપકડ કરી છે. રાણપરના વેજા ભોળાભાઈ શામળાનું નામ ખૂલ્યું છે. મોરઝર ગામમાં જ આવેલા સુભાષ વીરા રાઠોડ અને મહેશ લાલજી પટેલના ખેતરમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી અંગ્રેજી શરાબની ૭૯ મોટી બોટલ તથા ૯૬ ચપલા કબજે કર્યા છે. દરોડા પહેલાં બંને શખ્સ નાસી જવામાં સફળ થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh