Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નાટ્ય ફળીયુ' સંસ્થાના સ્થાપક-વરિષ્ઠ નાટયકાર
જામનગર તા. ૧૬ઃ તાજેતરમાં અમદાવાદની વિશાલ હોટલમાં યોજાયેલ એક એવોર્ડ વિતરણ સમારંભમાં રાજકોટના નાટ્ય ફળીયું સંસ્થાના સ્થાપક અને વરિષ્ઠ નાટ્યકાર કૌશિક સિંધવને વિશ્વ રંગભૂમિ દિન એવોર્ડ એનાયત થયો હતો.
વિચાર ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે કૌશિક સિંધવને એવોર્ડ તથા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતાં.
સમારંભમાં મનોજ શાહ, કૌસ્તુભ ત્રિવેદી, જીતેન્દ્ર ઠકકર, સુજાતા મહેતા તથા ફિરોઝ ભગત સહિતના મુંબઈની રંગભૂમિના ખ્યાતનામ કલાકારોને પણ સન્માનીત કરવામાં આવ્યા હતાં. મેયર એવોર્ડ, ગાર્ડી એવોર્ડ સહિતના વિવિધ પુરસ્કારોથી કૌશિક સિંધવને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થતા સમગ્ર રાજ્યમાં કલા ગૌરવમાં વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial