Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં દરેડના આસામીને સજા

સેવક ભરૂડીયાના આસામી તક્સીરવાનઃ

જામનગર તા. ૧૬: જામનગરના દરેડના એક આસામી સામે ચેક પરતની ફાયનાન્સ પેઢીએ નોંધાવેલી ફરિયાદમાં અદાલતે ત્રણ મહિનાની સજા ફટકારી છે. જ્યારે સેવક ભરૂડીયાના આસામીને ચેક પરતના કેસમાં તકસીરવાન ઠરાવાયા છે.

જામનગર નજીકના દરેડમાં રહેતા દેવુભા બનેસંગ રાઠોડે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ નામની પેઢી પાસેથી વાહન માટે લોન મેળવી હતી. તે અંગે ત્રણ ચેક આપ્યા હતા. આ ચેક પરત ફરતા ફાયનાન્સ પેઢીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણ મહિનાની કેદ અને ચેકની રકમ એક મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. આ જ ફાયનાન્સ પેઢી પાસેથી લાલપુર તાલુકાના સેવક ભરૂડીયા ગામના જેઠાભાઈ પાલાભાઈ બગડાએ વાહન માટે લોન લઈ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી ચેકની રકમ તથા ખર્ચ પેટે રૃા.૨૫ હજાર ચૂકવવા આરોપીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ મનિષ પંડયા, આશા વાંઝા, નેહલ પિત્રોડા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh