Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોજિયા આહિર પરિવાર દ્વારા તારીખ ૧૭ એપ્રિલથી આયોજનઃ
ખંભાળિયા/ભાણવડ તા. ૧૬: ગોજિયા (આહિર) પરિવાર દ્વારા સમર્થધામ, નવી મોવાણમાં ભવ્ય પંચબલી મહાયજ્ઞોત્સવ યોજાશે. દ્વારકાની પાવન ભૂમિ પર એક અનેરો અવસર ચાર યુગમાં એક જ વખત જે થયો છે, તેવો મહાન પંચબલી મહાયજ્ઞ સમસ્ત ગોજિયા પરિવાર દ્વારા મોવાણના આંગણે થવા જઈ રહ્યો છે. સમર્થધામ નવી મોવાણમાં ૩૩૦૦ દેવી-દેવતાઓ બિરાજમાન છે.
દેવભૂમિ દ્વારકાની પાવન ભૂમિ પર એક અનેરો અવસર આવ્યો છે. જેમાં ચાર યુગમાં એક જ વખત થયો છે એવો મહાન પંચબલી મહાયજ્ઞ સમસ્ત ગોજિયા (આહિર) પરિવાર દ્વારા સમર્થધામ મુ. નવી મોવાણના આંગણે થવા જઈ રહ્યો છે.
સમર્થધામમાં ૩૩૦ દેવી-દેવતાઓ બિરાજમાન છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યદુનંદન, નંદનંદનશ્રી દ્વારકાધીશ ભગવાન તેમજ કરૂણામૂર્તિ-તેજોમૂર્તિ કુળદેવી શ્રી ચામુંડા માતાજી તેમજ સમર્થધામના ૩૩૦૦ દેવી-દેતાઓની પરમ અનુકંપાથી તેમજ સમર્થપીરની પ્રેરણાથી સર્વ્જન હિતાય, સર્વાનુમત્તે સમસ્ત ગોજિયા (આહિર) પરવારના સમસ્ત પિતૃદેવની તથા ભાયાદાદાની સદ્રતી-મોક્ષગતિ માટે વૈદિક પરંપરા અનુસાર ૧૧૧ કુંડી પંચબલી મહાયજ્ઞનું તા. ૧૭ એપ્રિલથી તા. ર૧ એપ્રિલ દરમિયાન સમર્થધામ, નવી મોવાણ તા. જામખંભાળિયામાં ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. પંચબલી મહાયજ્ઞમાં ૧૧૧ પ્રેતબલી, ૧૧૧ નાગબલી, ૧૧૧ નારાયણબલી, ૧૧૧ ભૂતબલી અને ૧૧૧ નીલોત્સર્ગ એમ કુલ પપપ હવન થશે અને ૧૧ જોડી વાછરડા-વાછરડીને પરણાવવામાં આવશે. તા. ૧૭ એપ્રિલના પ્રેતબલી યજ્ઞ, તા. ૧૮ એપ્રિલના નાગબલી યજ્ઞ, તા. ૧૯ એપ્રિલના ભૂતબલી યજ્ઞ, તા. ર૦ એપ્રિલના નારાયણબલી યજ્ઞ અને તા. ર૧ એપ્રિલના નિલોત્સર્ગ યજ્ઞ (લિલ) યોજાશે. આ કાર્યક્રમો દરમિયાન અગિયાર જેટલા વાછડા-વાછડીને પરણાવશે. આ કાર્યક્રમની સાથે સાથે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ર૧ એપ્રિલના સાંજે માયાભાઈ આહિર, બીરજુ બારોટ અને વજુભાઈ ગોજિયા દ્વારા લોકડાયરો યોજાશે. તેમજ તા. ૧૮ એપ્રિલના મહારાસ રાખવામાં આવેલ છે. જેમાં જુલીબેન ગોજિયા, અર્જુન આહિર અને હિનાબેન આહિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમગ્ર યજ્ઞ શાસ્ત્રીજી શ્રી મહેશભાઈ લાબડિયાની દોરવણી મુજબ કરવામાં આવનાર છે. આ પંચબલી મહાયજ્ઞમાં પ્રસાદીરૂપે ભોજન અવિરતપણે ચાલુ જ રહેશે.
આ દિવ્ય સમોયજ્ઞના દર્શન કરવા તેમજ ભગીરથ કાર્યમાં પુણ્યનું ભાથું બાંધવા અને પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને આત્મા કલ્યાણ તેમજ સમર્થધામના અનેક દેવી-દેવતાઓના દર્શનનો લાભ એક જીવનનું સંભારણું બની રહેશે.
આ કાર્યક્રમની સાથે સાથે આહિરાણીઓનો મહારાસ યોજાનાર હોવાથી જ્ઞાતિની મહિલાઓમાં હર્ષોલ્લાસ છવાયો છે. આ તકે ગોજિયા પરિવારે આહિરાણી મહારાસમાં ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરીને આવવા માટે અપીલ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial