Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ બેઠક પરથી રૂપાલાએ વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી પત્ર

જાગનાથ મંદિરે દર્શન કરી ખુલ્લી જીપમાં રેલી, જનસભાને સંબોધનઃ

રાજકોટ તા. ૧૬: ક્ષત્રિયોનો વિરોધનો સામનો કરી રહેલા કેન્દ્રિયમંત્રી પરસોત્તમ રૂપાલાએ આજે દિગ્ગજ નેતાઓ તથા કાર્યકર્તાની હાજરીમાં યોજાયેલી જનસભાને સોંબોધી, રેલી કાઢીને વિજય મુહૂર્તમાં રાજકોટ બેઠક માટે ઉમેદવારી નોંધાવી દીધી છે.

જાગનાથ મંદિરે દર્શન કરી પરસોત્તમ રૂપાલાએ જાગનાથ મહાદેવની આરતી ઉતારી હતી. જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રૂપાલાએ પદયાત્રા કરી હતી અને બહુમાળી ચોક પાસે રૂપાલાએ જંગી સભાને સંબોધન કર્યું હતું.

જનસભાને સંબોધન કરતા પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સમર્થન આપવા આવેલા લોકોનો આભાર. ઉત્સાહથી આશીર્વાદ આપવા આવ્યા તે માટે અભિનંદન છે. દેશને વિકસિત ભારત બનાવવા પીએમનો સંકલ્પ છે. જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનશે. ૧૦૦ ટકા મતદાન કરવાનો આપણે પ્રયત્ન કરીશું. પીએમએ કહ્યું જે યોજના બને તેનો અમલ થવો જોઈએ.

ઉમેદવારી પહેલા રૂપાલાએ એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખે અને સાથ આપે. ક્ષત્રિય સમાજની દેશને જરૂર છે.

જાગનાથ મંદિરેથી પરસોત્તમ રૂપાલાની ખુલ્લી જીપમાં રેલી નીકળી હતી. જેમાં તેમની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા, કેસરિદેવસિંહ ઝાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં, અને હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતાં.

તે પછી પરસોત્તમ રૂપાલા નામાંકન ભરવા કલેક્ટર કચેરીએ ગયા હતાં. પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો, પરસોત્તમ રૂપાલાએ આજે વિધિવત્ રીતે ફોર્મ ભરી દીધું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh