Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠકઃ
દ્વારકા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઋક્ષ્મણી વિવાહના આયોજન અંગે અગ્રણીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ જોડાયા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલ મિટિંગમાં કલેક્ટર જી.ટી. પંડ્યાએ માધવપુર ઉત્સવની માહિતી આપતા જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુરમાં ૧૭ થી ર૧ એપ્રિલ સુધી જે ભગવાનના લગ્ન તેમજ ઋક્ષ્મણી વિવાહ અંતર્ગત ભગવાનની જાન ઋક્ષ્મણી મંદિરે પરત આવે છે તે અંતર્ગતના કાર્યક્રમોમાં ૧૭ તારીખે માધવપુરમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે, અને ત્યારપછી ભગવાનની જાન પરત દ્વારકા આવે છે તે દરમિયાન દ્વારકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. દ્વારકામાં યોજાનાર કાર્યક્રમોમાં વિવિધ સમાજ દ્વારા, વિવિધ મંદિરના પ્રતિનિધિઓ દ્વારા, ગુ.બ્રા. તેમજ ઋક્ષ્મણી મંદિરમાં કાર્યક્રમનું સમાપન થનાર હોય, ઉત્સવ સંલગ્ન અલગ અલગ સમાજ તરફથી, દ્વારકાધીશ મંદિર તરફથી, ગુ.બ્રા. જ્ઞાતિ તરફથી, ઋક્ષ્મણી મંદિર તરફથી, હોટલ એસો. તરફથી તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિ સહિત તમામ સંસ્થાના પ્રતિનિધિઓ તરફથી અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત ગેરહાજર સમાજોના પ્રતિનિધિઓ સાથે પ્રાંત અધિકારીની મિટિંગ પછી કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવનાર છે. દ્વારકા સર્કિટ હાઉસ પાછળ યોજાનાર કલ્ચરલ કાર્યક્રમમાં સર્વે દ્વારકાવાસીઓને પધારવા કલેક્ટર પંડ્યાએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial