Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૮૦ વર્ષ જુના આ જૈન દેરાસરમાં ધર્મમય માહોલ સર્જાયો
જામનગર તા. ૧૬: જામનગરના અલિયા ગામમાં આવેલા ૮૦ વર્ષ જુના જૈન દેરાસરમાં જૈનાચાર્ય અજીતયશસૂરિજી મહારાજ, આચાર્ય સંસ્કારસુરિજી મહારાજ તથા સાધ્વીજીઓ પધારતા અલીયા સંઘના સહુ આગેવાનો દ્વારા તેઓનું સામૈયું કરવામાં આવ્યું હતું.
આદિનાથ જીનાલયમાં દર્શન કરીને મહારાજ સાહેબ પ્રભાવિત થયા હતાં. આ તકે તેમણે ભક્તિ ભાવના તથા જીવદયા અંગે વ્યાખ્યાન આપ્યું હતું. જામનગરથી વિહાર ગ્રુપના સભ્યો, ગુરૂ ભગવંતો સાથે પગપાળા અલીયા પહોંચ્યા હતાં. ગામના જૈનેતર લોકો પણ આચાર્યજીના દર્શનાર્થે પહોંચ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા અલિયા સંઘના વિમલભાઈ, રાજુભાઈ, જીતુભાઈ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
અલીયા ગામમાં મૂળનાયક આદિનાથ ભગવાનના જૈન દેરાસરમાં સાત પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા ૮૦ વર્ષ પહેલા આચાર્ય રામચંદ્રસુરિજી મહારાજ દ્વારા કરાવવામાં આવી હતી. આ દેરાસરમાં મૂળ હાલારના ગુંદા ગામના વતની અને આફ્રિકાના એડનમાં સ્થાયી થયેલા વેપારી પરિવારમાં જન્મેલા અને માત્ર ૯ વર્ષની વયે પાલિતાણાના શેત્રુંજતીર્થમાં દીક્ષા લેનારા જ્ઞાની આચાર્ય અજીતયશસુરજી મહારાજ, સહિતના ગુરૂજનો અલીયા ગામમાં પધારતા જૈન પરીવારોમાં ધર્મ મંગલ છવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial