Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ૧૦૦ ટકા મતદાન માટે એસોસિએશનો-સંસ્થાઓ આપશે સહયોગ

કર્મચારીઓને મતદાનના દિવસે નિયમાનુસાર રજા આપીને

ખંભાળીયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ પણ સહયોગ આપશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ઉત્સાહભેર લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વમાં જોડાય અને આગામી તા. ૦૭ મે ના ૧૦૦ ટકા મતદાન કરે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ એસોસિએશન સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ બેઠકનું આયોજન કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૦૦ ટકા મતદાન થાય તે માટે વિવિધ એસોસિએશન તથા સંસ્થાઓ પોતાના કામદારોને મતદાનના દિવસે નિમયાનુસાર રજા આપે તે ઈચ્છનીય છે. હોટલ, પર્યટન સ્થળ, પેટ્રોલ પંપ, મોલ વગેરે સ્થળોએ સ્વૈચ્છિક રીતે અપાતી વિવિધ પ્રકારની જાહેરાતો પણ મહત્તમ મતદાન અને સુદૃઢ લોકશાહી માટે પ્રેરણારૃપ છે અને મતદારોને પ્રોત્સાહન પુરૃ પાડે છે.

બેઠકમાં ઉપસ્થિત સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ પૂરતો સહયોગ આપવા તેમજ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવા હકારાત્મક વલણ દાખવ્યું હતું.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ, જિલ્લાના વેપારી એસોસિએશન, હોટેલ એસોસિએશન, પેટ્રોલ પંપ એસોસિએશન, મેડિકલ એસોસિએશન વગેરેના પ્રતિનિધિઓ, શિવરાજપુર બીચના મેનેજર તથા સોશિયલ મીડિયા ઈનફલુએન્સર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh