Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંગળવારે પણ માર્કેટમાં "મંગલ" નહીં
મુંબઈ તા. ૧૬: શેરબજારમાં આજે સવારથી જ કડાકો બોલ્યો છે. સેન્સેક્સમાં-નિફટીમાં સતત ત્રીજા દિવસે પણ કડાકાથી રોકાણકારોની ચિંતા વધી છે.
પશ્ચિમ એશિયામાં વધતા રાજકીય તણાવ વચ્ચે સેન્સેક્સ અને નિફટી સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. આજે સેન્સેક્સ આજે ૭ર૮૯ર.૧૪ ના સ્તરે ખૂલ્યા પછી ઘટીને ૭ર૮૧૪.૧પની બોટમે પહોંચ્યો હતો. ૧૦.ર૭ વાગ્યે સેન્સેક્સ ૩૯૪.૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૦૦૧ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફટી પ૦૮૯.૮૦ પોઈન્ટ તૂટી રર૧૮ર.૭૦ પર ટ્રેેડ થઈ રહ્યો હતો.
બીએસઈમાં ટ્રેડેડ કુલ ૩પ૪૯ સ્ક્રિપ્સમાંથી ર૦૩ સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે ૧૮પ શેરો અપર સર્કિટ સાથે ટ્રેડ થયા હતાં. ૧૧૧ સ્ક્રિપ્સ પર વીક હાઈ અને ૧૩ સ્ક્રિપ્સ પર વીક લો લેવલ નોંધાવ્યું હતું. આ સાથે કુલ રર૭૩ સ્ક્રિપ્સ સુધારા તરફી અને ૧૧૩૧ સ્ક્રિપ્સ ઘટાડા તરફી કારોબાર થઈ રહી.
વૈશ્વિક સ્તરે પડકારો વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખતા રોકાણકારોએ હાલ સાવચેતીનુ વલણ અપનાવવા નિષ્ણાતો સલાહ આપીર હ્યાં છે. ઈઝરાયલે ઈરાનના હુમલાના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, તે ઈરાન પ્રત્યે કોઈ દિલગીરી કે દયાભાવ રાખશે નહિં, ટૂંક સમયમાં જ હુમલાનો જવાબ આપશે. જેના પગલે વૈશ્વિક બજારો પણ તૂટયા છે.
મધ્ય-પૂર્વીય તણાવો વચ્ચે સ્થાનિક સ્તરે પોઝિટિવ વલણ પર ફોક્સ કરતા નિફટી માટે નિષ્ણાતોએ રર૦૦૦ નું સપોર્ટ લેવલ આપ્યું છે. રેઝિસ્ટન્સ લેવલ રર૪૦૦ કર્યુ છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડાઈસિસ ૦.૭ ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. આઈટી, રિયાલ્ટી ઈન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ઓટો, એફએમસીજી, પીએસયુ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી સેગમેન્ટ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial