Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા.૧૭મી એપ્રિલે આયોજનઃ
જામનગર તા. ૧૬ઃ જામનગરના ઈશરધામ (સચાણા)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ (ગઢવી) સંત મહાત્મા ઈશરદાસજીના ઈશરનોમ ઉત્સવનું આયોજન તા.૧૭-૪ બુધવારના કરાયું છે. આ પ્રસંગે સવારે ૬ઃ૩૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧૨ વાગ્યે રામ જન્મ આરતી, ૧૨ઃ૩૦ વાગ્યે ભોજન-પ્રસાદ, ૩ઃ૩૦ શોભાયાત્રા તથા સાંજે ૪ વાગ્યે હરિરસના પાઠ અને નૂતન ધ્વજારોપણ, સાંજે ૭ઃ૩૦ વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે ૮ વાગ્યે ભોજન પ્રસાદ રાખવામાં અવ્યો છે. રાત્રે ૯ વાગ્યે સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે.
રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી રાખવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો બ્રિજરાજ ગઢવી, હકાભા ગઢવી, ગોવિંદભાઈ પાલીયા, પ્રદીપદાન ગઢવી, સાગરદાન ગઢવી, અનવરભાઈ મીર, યુવરાજ જયદેવ ગઢવી સહિતના કલાકારો દુહા-છંદ અને ભજનની રમઝટ બોલાવશે. સંચાલન જગદીશ ખડીયા દ્વારા કરવામાં આવશે. સર્વે ધર્મપ્રેમી પરિવારે આ પ્રસંગે ઉપસ્થિ રહેવા ઈશરધામ સમિતિ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial