Advertisement
Author: નોબત સમાચાર

સલમાન ખાનના ઘર બહાર ફાયરીંગ કરનાર બે આરોપી ગુજરાતના કચ્છ-ભુજથી ઝડપાયા

માતાના મઢ ૫ાસેથી પોલીસે ઝડપ્યાઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછતાછ

ભુજ તા. ૧૬: બોલિવૂડ એક્ટર સલમાનખાનના ઘર બહાર ફાયરીંગ કરનાર બે આરોપીઓ કચ્છ માતાના મઢ પાસેથી ઝડપાયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ પૂછતાછ કરશે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરીંગના બંને આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.

બંને આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ લઈ જઈને પૂછપરછ કરવામાં આવશે. જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે રવિવારે સવારે સલમાનખાનના ઘરની બહાર ફાયરીંગની જવાબદારી લીધી હતી. પોલીસ આ અંગે પણ કડક પૂછપરછ કરશે. પોલીસની એક ટીમ ગુજરાત આવીને બંને આરોપીની ધરપકડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમે ભુજના માતાના મઢ નજીકથી બંને આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા (ઉ.વ.૨૪) અને સાગર (ઉ.વ.૨૧) તરીકે થઈ છે. બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે ૫ વાગ્યે બાંદ્રા સલમાનખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈક સવારોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગ કરવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને ભુજ પોલીસની મોટી સફળતા મળ્યા પછી હવે મુંબઈ ક્રાઈમ બ્રાંચ મંગળવારે સવારે બંને આરોપીઓને લઈને રવાના થઈ છે. બંનેની મુંબઈમાં પૂછપરછ કરવામાં આવશે. આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા લોકોના નામ સામે આવ્યા છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ મહારાષ્ટ્રના બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગ કરનારા બે મોટરસાયકલ સવાર આરોપીઓ નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં લગભગ એક મહિનાથી ભાડાના મકાનમાં રહેતા હતા. આ વિસ્તારમાં સલમાનનું ફાર્મ હાઉસ છે. દિવસ દરમિયાન પોલીસે ઘટના સંદર્ભે નવી મુંબઈના ત્રણ લોકોની પૂછપરછ કરી હતી જેમાં ઘરના માલિક, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ટુ વ્હીલરના અગાઉના માલિક, વેચાણની સુવિધા આપનાર એજન્ટ અને તપાસના ભાગરૂપે અન્ય ઘણા લોકો સામેલ હતા. હવે પોલીસે બંને આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh