Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલા બે ગાય ફસાઈ હતી, હવે એક વાછરડું ફદ્બાાયું!
ખંભાળીયા તા. ૧૬ઃ ખંભાળીયા ઘી નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થિતિ એવી છે કે આખી ભરેલી નદીમાં પાણીના બદલે ઉપર વેલ જ દેખાય છે. આ લીલીછમ વેલ જોઈને ખોરાકની આશાએ અંદર ખાવા જતાં ગાયો ખુંચી જાય છે અગાઉ બે ગાયો આવી રીતે ફસાઈ જતાં લોકોનું ધ્યાન જતાં સેવાભાવીઓએ બચાવી હતી જે પછી તાજેતરમાં એક વાછરડી આ વેલમાં ફસાઈ ગઈ હતી.
આ વાછરડું ફસાઈ જતાં તરફળતું હોય સેવાભાવી દ્વારા એનીમલ કેર ગ્રુપને જાણ કરતા અશોકભાઈ સોલંકી, વિશેષ મિત સવજાણી, જયુભા પરમાર, વાલાભાઈ ગઢવીએ નદીમાં ઉતરીને આ વાછરડાને બચાવ્યું હતું.
પાલિકા દ્વારા ઘી નદી તથા તેલી નદીમાંથી ગાંડી વેલ કાઢવા જાહેરાતો અપાઈ છે પણ આ વેલને નાબૂદ કરે તેવા કોઈ કોન્ટ્રકટરના આવતા કામ થઈ શકતું નહીં. અગાઉ ત્રણ લાખના ખર્ચે વેલ કાઢી હતી જે ત્રણ મહિનામાં ફરી યથાવત થઈ ગઈ છે. નદીમાં ગટર ભળતા ગાંડી વેલનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. અગાઉ ચોખ્ખું ૫ાણી રહેતા ગાંડી વેલ નહતી થતી હવે ત્યારે ગાંડી વેલ પાંચેક વર્ષથી વધતી જાય છે. હાલ આખી નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય છવાયું છે.
ગાંડીવેલ સસ્તી પ્રસિદ્ધિનું માધ્યમ બની રહી છે !
ખંભાળીયાની ઘી નદીમાં છવાયેલી રહેતી ગાંડીવેલ છેલ્લા પાંચ-સાત વરસથી તેનો ઉકેલ લાવવાના બદલે સસ્તી પ્રસિદ્ધિનું માધ્યમ બની રહી હોય તેમ જણાય છે. ગાંડીવેલને દૂર કરો ના નિવેદનો આપનારાને પ્રસિદ્ધિ મળે.. પછી ન.પા.ના ચૂંટાયેલા નેતાઓ જ નહીં પણ તેની સાથે ન.પા.ના સંલગ્ન વિભાગના અધિકારી, કર્મચારીઓના નામો સાથે ખુલાસા કે થનાર કે થયેલી કામગીરીની પ્રસિદ્ધિ થાય.... પ્રશ્ન ઉકેલાય નહીં એટલે ફરીથી વળી કોઈ નવા નામો સાથે રજુઆતો થાય... તેની પ્રસિદ્ધિ થાય.... વચ્ચે રૃા. ત્રણ લાખના ખર્ચે ગાંડી વેલ દૂર કરવામાં આવી હોવાની મસ મોટી પ્રસિદ્ધિ થઈ... ત્યારે વળી એવી પણ જાહેરાત થઈ કે નદીમાં ઠલવાતા ગંદા પાણીને અટકાવવા આ વિસ્તારના ચૂંટાયેલા ઉચ્ચ નેતાઓની જહેમતના કારણે દિવાલ બનશે.. આ નેતાઓના નામ સાથે પ્રસિદ્ધિ થઈ. તેમ છતાં પ્રશ્ન યથાવત જ છે.. અને તેની પણ પ્રસિદ્ધિ થાય ત્યારે ખંભાળીયા ન.પા.ની કામગીરી, ખંભાળીયા શહેરના જાગૃત આગેવાનો, ખંભાળીયા ભાજપના આગેવાનો, કે પછી ચૂંટાયેલા ઉચ્ચ નેતાઓએ ગાંડી વેલના પ્રશ્ને માત્ર ફીફાં જ ખાંડ્યા છે તે નક્કી થઈ ગયું છે...અને ભાવતું' તે વૈદે કીધંુ ની જેમ ગાંડી વેલ સસ્તી પ્રસિદ્ધિ માટેનું હાથવગું માધ્યમ બની ગઈ છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial