Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગાઈ ન થતી હોવાથી યુવાનની આત્મહત્યાઃ
જામનગર તા. ૧૬: ભાણવડના જંબુસર ગામમાં હોળીના તહેવારમાં રૃા.૫૦૦ ખોવાઈ જતાં પતિ સાથે બોલાચાલી થયા પછી પત્નીએ દવા પીધી હતી. તેણીનું સારવારમાં મૃત્યુ થયું છે. જ્યારે સગાઈ ન થતી હોવાના કારણે ખંભાળિયાના નાના આસોટા ગામના યુવાને વિષપાન કરી જિંદગીનો અંત આણ્યો છે.
ભાણવડ તાલુકાના જંબુસર વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના શિલાબેન પ્રભુભાઈ ચૌહાણ ઉર્ફે ભૂરીબેન (ઉ.વ.૩૦) નામના મહિલાએ હોળીના તહેવારમાં રૃા.૫૦૦ કયાંક ખોવાઈ જતા પતિ સાથે બોલાચાલી થતાં ઝેરી દવા પી લીધી હતી. આ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પતિ પ્રભુભાઈએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામના ભાવિન હેમતભાઈ રામાવત (ઉ.વ.રપ) નામના યુવાને પોતાની સગાઈ થતી ન હોવાના કારણે શુક્રવારે ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પિતા હેમતભાઈએ પોલીસને જાણ કરી છે.
દ્વારકામાં રૂક્ષ્મણી ગેઈટ પાસે ભિક્ષાવૃત્તિ કરતા હમીરભાઈ બાલુભાઈ વાઘેલા નામના દેવીપૂજક પ્રૌઢનું મૃત્યુ થયું છે. તેમના પત્ની રાજુબેને પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial