Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી સંદર્ભ પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો પર દેખરેખ રાખવા
જામનગર તા. ૧૬: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન ર, જામનગરમાં એમસીએમસી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેની ખર્ચ ઓબ્ઝર્વરશ્રી અવિજીત મિશ્રાએ મુલાકાત લીધી હતી.
ઓબ્ઝર્વરશ્રીની આ મુલાકાત દરમિયાન એમસીએમસીના નોડલ અધિકારીશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી દેવેન્દ્ર કડિયાએ ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, રેડિયો, ટી.વી. ચેનલ, કેબલ નેટવર્ક, ઓડિયો વિઝ્યુઅલ, ડિસ્પ્લે પર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરખબરોનું પૂર્વ પ્રામાણિકરણ અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે કરાઈ રહેલી કામગીરી અંગેની માહિતી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી સમક્ષ રજૂ કરી હતી તેમજ તેઓએ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય જાહેરખબરોના આગોતરા પ્રામાણિકરણ અને મીડિયા પ્રામાણિકરણ અને દેખરેખ સમિતિની રચના કરવામાં આવે છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે કમિટી દ્વારા કામગીરી કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial