Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૬૪ દર્દીઓ વધ્યાઃ

સંક્રમણમાં ગુજરાત દેશમાં ત્રીજુઃ અઠવાડિયાામાં ચાર ગણા કેસ વધ્યા

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૪: ફરીથી ફેલાઈ રહેલા કોરોનાના ૪૬૧ એકિટવ કેસ સાથે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે. એક સપ્તાહમાં ચાર ગણો વધારો થયો છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક ૪૦૦ને પાર થઇ ગયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪ના વધારા સાથે હાલ ૪૬૧ એક્ટિવ કેસ છે. રાહતની વાત એ છે કે, આ ૪૬૧માંથી માત્ર ૨૦ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. આ સિવાય ૪૪૧ દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ છે. એક સપ્તાહ અગાઉ અમદાવાદમાં ૧૦૦ જેટલા એક્ટિવ કેસ હતા. આમ, સપ્તાહમાં ચાર ગણોથી વધુનો વધારો થયો છે. કોરોનાના માત્ર ૨૦ દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ ગુજરાતમાંથી સૌથી વધુ ૨૪૧ એકટીવ કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

ગુજરાતમાં મંગળવારે સવારે ૮ વાગ્યાની સ્થિતિએ ૫૯ નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ૩૬ દર્દીઓ સાજા થયા છે. આમ, ૧ જાન્યુઆરી ૨૦૨૫થી અત્યારસુધી કોરોનાના કુલ ૧૫૬ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. હાલ ગુજરાતમાં ૪૬૧  દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહૃાા છે.

સૌથી વધુ એક્ટિવ કેસને મામલે કેરળ ૧૪૧૬  સાથે મોખરે, મહારાષ્ટ્ર ૪૯૪ સાથે બીજા, ગુજરાત ત્રીજા, દિલ્હી ૩૯૩ સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ ૩૭૨ સાથે પાંચમાં સ્થાને છે. આ સ્થિતિએ દેશના ૧૦ ટકા એક્ટિવ કેસ માત્ર ગુજરાતથી છે.

અમદાવાદમાં એક સપ્તાહ ૭૬ એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ૩ ગણોથી વધુનો વધારો થયો છે. હાલમાં જે ૨૪૧ દર્દીઓ છે તેમાંથી મોટાભાગના ઘરે જ સારવાર લઇ રહૃાા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મંગળવારે ૩૭ વર્ષીય મહિલાને દાખલ કરવામાં આવી હતી.

આ સાથે જ હાલ સિવિલમાં કુલ ચાર દર્દીઓ સારવાર લઇ રહૃાા છે. જેમાં બે પુરુષ, એક મહિલા અને એક ૮ માસની બાળકીનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોનાના મોટાભાગના દર્દીઓ ઘરે જ સાજા થઇ રહૃાા છે. કો મોર્બિડ હોય તેવા દર્દીઓને ખૂબ જ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

રાજકોટમાં વધુ ૯

દર્દીઓ નોંધાયા

રાજકોટમાં આજે કોરોનાના વધુ ૯ દર્દીઓ નોંધાયા છે. આજે ૬ દર્દીઓ હોમ આઈસોલેટ રહ્યા બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. કુલ દર્દીઓની સંખ્યા ૬૧ પર પહોંચી છે. અત્યાર સુધીમાં ૧૮ દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં ૪૩ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh