Advertisement
Author: નોબત સમાચાર

જામનગર બ્રાસ ઉદ્યોગની પ્રતિષ્ઠિત સંસ્થા ફેકટરી ઓનર્સ એસોસિએશનની ૨૮ જુને ચૂંટણી

૨૩ કારોબારી સભ્યો માટે ૧૫૪૧ મતદારો કરશે મતદાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં બ્રાસ ઉદ્યોગની પ્રતિષ્ઠિત સંસ્થાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. ૧૯૪૮માં સ્થપાયેલી ફેકટરી ઓનર્સ એસોસિએશન બ્રાસ ઉદ્યોગના ભાવિ નેતૃત્વ માટે ૨૩ કારોબારી સભ્ય માટે ૧૫૪૧ મતદારો મતદાન કરશે.

વિશ્વભરમાં બ્રાસ પાર્ટ્સના ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન ધરાવતા જામનગરના બ્રાસ ઉદ્યોગની પ્રતિષ્ઠિત સંસ્થા, *જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન,* આગામી કાર્યકાળ ૨૦૨૫-૨૮ માટે નવી કારોબારી સમિતિની રચના કરવા માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ૧૯૪૮માં સ્થપાયેલ અને બોમ્બે નોન ટ્રેડિંગ કોર્પોરેશન એક્ટ ૧૯૫૯ હેઠળ નોંધાયેલ આ એસોસિએશન, છેલ્લા પાંચ દાયકાથી જિલ્લાના આશરે ૧૫૪૧ જેટલા સક્રિય ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરી રહૃાું છે અને ઉદ્યોગના સતત વિકાસ, ઉદ્યોગપતિઓ વચ્ચે એકતા જાળવવા તેમજ ઉદ્યોગલક્ષી કાયદાઓને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે કાર્યરત છે.

આગામી કારોબારી સમિતિની ચૂંટણી માટેનો વિગતવાર કાર્યક્રમ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ તા. ૭ જૂન ૨૦૨૪, શુક્રવારના ઉમેદવારી ફોર્મ વિતરણ અને સ્વીકૃતિની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ, ૧૦ તથા ૧૧ જૂન ૨૦૨૪, સોમવાર અને મંગળવારના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે ૧૨ અને ૧૪ જૂન ૨૦૨૪, બુધવાર અને શુક્રવાર, એમ બે દિવસ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જો ચૂંટણી યોજવાની આવશ્યકતા ઊભી થશે તો ૨૮ જૂન ૨૦૨૪, શનિવારના  મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે મત ગણતરી અને પરિણામોની જાહેરાત કરવામાં આવશે.

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પ્લોટ નં. ૩૪૭/૩૪૨, જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રિયલ એરિયા, શંકર ટેકરી, ઉદ્યોગ નગર, જામનગર સ્થિત એસોસિએશનના કાર્યાલયમાં સંપન્ન થશે. મતદાર યાદીમાં જેમનું નામ નોંધાયેલ હશે તેવા જ સભ્યો મતદાન કરવા માટે પાત્ર ગણાશે. કારોબારી સમિતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક સભ્ય ઉદ્યોગકારે ઉમેદવારી ડિપોઝીટ પેટે રૂ. ૫૦૦૦/- જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનમાં જમા કરાવવાના રહેશે.

સંસ્થાના સુધારેલા બંધારણની કલમ નંબર ૧૭ (કારોબારી સમિતિની સભ્ય સંખ્યાની) પેટા કલમ-૨ની જોગવાઈ મુજબ, સંસ્થાના સત્ર ૨૦૨૫-૨૮ ના વર્ષ માટેની કારોબારી સમિતિ માટે કુલ ૨૩ સભ્યોની ચૂંટણી  છે. ગત તા. ૩૧-૦૩-૨૦૨૫ સુધીમાં જે સભ્યોએ વાર્ષિક લવાજમ ભરી દીધું છે અને જેમનું નામ મતદાર યાદીમાં છે, તે મુજબ વિભાગવાર સભ્ય સંખ્યા તથા તેની સામે ફાળવાયેલ બેઠકની સંખ્યા કુલ ૧૫૪૧ મતદારો માટે ૨૩ બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં બ્રાસપાર્ટ્સ વિભાગના ૧૦૦૯ સભ્યો માટે ૧૩ બેઠકો, બ્રાસ ફાઉન્ડ્રી/ એકસ્ટ્રુઝન વિભાગના ૨૫૧ સભ્યો માટે ૫ બેઠકો, અને નોન ફેરસ મેટલ ટ્રેડિંગ વિભાગના ૧૪૦ સભ્યો માટે ૨ બેઠકો, જનરલ વિભાગ, એન્જિનિયરીંગ વિભાગ અને પ્લાસ્ટિક વિભાગના ૧૪૧ સભ્યો માટે ૩ બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. વિભાગવાર મતદાર તથા સીટની કુલ સંખ્યા ૧૫૪૧ મતદારો અને ૨૩ બેઠકોની છે.

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરનાર ચૂંટણી પંચના અધિકારી સભ્યોમાં જીનેશભાઈ એફ. શાહ (અધ્યક્ષ), ચેતનભાઈ વી. ખટ્ટર (સભ્ય), પ્રદિપભાઈ કે. વાઘર (સભ્ય), મિલનભાઈ સી. દોઢિયા (સભ્ય), અને મગનભાઈ એચ. પટેલ (સભ્ય) નો સમાવેશ થાય છે. કારોબારી સમિતિની ચૂંટણી અંગેની તમામ કામગીરી સંસ્થાના નિયત સમય મુજબ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ તથા બપોરે ૩ થી ૬ દરમિયાન (રજાના દિવસો સિવાય) હાથ ધરવામાં આવશે. જો જરૂર જણાશે તો, મતદાન તારીખ ૨૮-૦૬-૨૦૨૫ને શનિવારના સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાશે. સાંજે ૫ વાગ્યા સુધીમાં જે મતદારો મતદાન મથકમાં પ્રવેશી ચુક્યા હશે, તે મતદાતાઓ જ મતદાન કરી શકશે, ત્યારબાદ કોઈપણ મતદારને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરોક્ત તમામ વિગતો ચૂંટણી અધિકારીઓની યાદીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવી છે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે. આ ચૂંટણી જામનગરના બ્રાસ ઉદ્યોગના ભાવિ નેતૃત્વને આકાર આપવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh