Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતીના પરિવારને સંબંધ પસંદ ન પડતા બબાલઃ
જામનગર તા. ૪: ખંભાળિયાના સુતારીયા ગામના એક યુવાને પ્રેમલગ્ન કર્યા પછી તે સંબંધ યુવતીના પરિવારને પસંદ પડ્યો ન હતો. તેનો ખાર રાખી રવિવારે બપોરે આ યુવાનના બાઈકનો પીછો કરી બે શખ્સે ધોકો ઉગામી ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી અને ત્રીજા શખ્સે આ યુવાનના મિત્રને ફોન કરી ઝઘડો કર્યાે હતો.
ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામમાં રહેતા સાગર અરવિંદભાઈ ગોસાઈ નામના યુવાને થોડા સમય પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. તે સંબંધ જામનગર તાલુકાના બેડ ગામના પ્રભાતગર વીરગર ગોસ્વામીને પસંદ પડ્યો ન હતો.
તે બાબતનો ખાર રાખી રવિવારે બપોરે જ્યારે સાગરભાઈ પોતાના મોટરસાયકલમાં ભાણ ખોખરી ગામના પાટીયાથી કોટડીયા ગામ તરફ જતા હતા ત્યારે પ્રભાતગર તથા ખાવડીના મનિષગર અરવિંદગર મેઘનાથીએ તેનો પીછો કર્યાે હતો. તે પછી આ શખ્સોએ ધોકો ઉગામી સાગરને મારવાનો પ્રયત્ન કર્યાે હતો અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી બેડ ગામના કિશનગર પ્રભાતગરે ફોન કરી સાગરના મિત્રને પણ પતાવી દેવાની ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial