Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આજે અંતિમ દિવસે ૩૦ મિલકતની પાડતોડ શરૃઃ શાંતિપૂર્વક ડિમોલીશન

ગઈકાલની ૫૦ મિલકતો સહિત ચાર દિ'માં ૩૧૫ દબાણો હટાવાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૦૪: જામનગરમાં ડીપી કપાત અન્વયે ગઈકાલે સતત ચોથા દિવસે પણ પાડતોડ માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલીશન કામગીરી ચાલુ છે. ચાર દિવસમાં ૩૧૫ મિલકતમાં પાડતોડ સંપન્ન થઈ છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા ગત શનિવારેથી સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે ૧૨ મીટર રસ્તો પહોળો કરવા માટેની ડી.પી. કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, ત્રણ દિવસમાં ૨૬૫ મિલકતો તોડફોડ પછી ગઈકાલે વધુ ૫૦ મિલકતોમાં તોડફોડ કરવામાં આવી હતી

જામનગરના સ્વામિ નારાયણ નગરથી નવાગામ ઘેડ સુધીના વિસ્તારમાં ૩૩૧ મિલકતમાં પાડતોડ કરવા માટે મિલકત ધારકોને મહાનગરપાલિકાના તંત્ર દ્વાર નોટિસ પાઠવવામાં આવી હતી, અને તેના ભાગરૂપે  મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. અને માર્કિંગ કરાયેલી જગ્યા સુધીનું ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ શનિવાર સવારથી ડિમોલીશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, ગત શનિવારથી શરૂ થયેલ પાડતોડ કામગીરી ગઈકાલે સતત ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. જેમાં પણ તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે, અને મનપાના ૧૫૦થી વધુનો સ્ટાફ જોડાયેલો હતો, સાથે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.અને એકંદરે શાંતિ પૂર્ણ રીતે ડિમોલીશન કાર્ય ચાલી રહૃાું છે.

ગઈકાલે ચોથા દિવસે પણ આ ડિમોલીશનની કામગીરી યથાવત રીતે ચાલુ રાખવામાં આવી હતી.  અને ૫૦ મિલકતો તોડવામાં આવી હતી. આમ અત્યાર સુધીમાં ૩૧૫ મિલકતોમાં પાડતોડ પૂર્ણ કરી લેવામાં આવી છે. હજુ પણ બાકી રહેલ અધુરી કામગીરી આજે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં તેમજ રામેશ્વર નગર વિસ્તારમાં ડીપી રોડની કપાતની કામગીરી દરમિયાન બે ધાર્મિક સ્થળો આવી જાય છે. આ મિલકત જ્યાં પણ કપાત કરવાની હોવાથી બંને ધાર્મિક સ્થળના સંચાલકો-વ્યવસ્થાપકો વગેરેને નોટીસ પાઠવી દેવામાં આવી હતી. જેમાં બંને ધાર્મિક સ્થળો ને સ્વયંભૂ રીતે દૂર કરવા માટેની કામગીરી કરી લેવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જેથી તંત્રએ બંને ધાર્મિક સંસ્થાના વ્યવસ્થાપકોને પૂરી તક આપી છે અને આજ સાંજ સુધીમાં બંને ધાર્મિક સ્થળોની જગ્યા ખાલી કરવાની કામગીરીને અનુરૂપ ખુલ્લી કરી દેવાનું અલ્ટીમેટમ અપાયું છે. જે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ  મહાનગરપાલિકાની ટીમ જાતે જ ઉપરોક્ત ધાર્મિક સ્થળ વાળી જગ્યાને ખુલ્લી કરાવશે તેમ જાણવા મળે છે.

જવાબદાર અધિકારીઓ અત્યાર સુધી ક્યાં હતાં?

આટલા બધા ગેરકાયદે બાંધકામો ખડકાયા જ કેવી રીતે? આંખ આડા કાન કેમ કર્યા?

જામનગરમાં ડિમોલીશન ચાલી રહ્યું છે, અને તંત્ર દ્વારા પાડતોડ કરવામાં આવી રહી છે, ત્યારે સવાલ એ છે કે, આટલા બધા ગેરકાયદે બાંધકામો ખડકાય જાય ત્યાં સુધી તંત્ર ક્યાં સુતું હતું?

જામનગરમાં સરકારી મહાનગર પાલિકાની જમીનમાં ગેરકાયદે મકાન, દુકાન બનાવાયા હતાં. તેને તંત્રો દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે, તેવા સમાચારો મળી રહ્યા છે. આવી પાડતોડ સમયે તંત્ર અને રહેવાસીઓ વચ્ચે ઘર્ષણ થાય છે, અને વર્ષો સુધી વસવાટ કરનારાઓને રાતોરાત ત્યાંથી દૂર ખસેડવામાં આવે છે.

જ્યારે અહિં સવાલ એવો ઊભો થાય છે કે પાંચ-દસ કે તેથી વધુ વર્ષ સુધી ગેરકાયદે બાંધકામોમાં લોકો વસવાટ કરતા હોય, પછી તેને દૂર ખસેડવામાં આવે છે. તો અત્યાર સુધી જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ ક્યાં હતાં? શું તેમને આવા બાંધકામો અંગેની જાણકારી નહતી? પહેલા આંખ આડા કાન કરવામાં આવે અને પછી આવા બાંધકામો તોડવા વ્યાપક મશીનરી અને સ્ટાફનો ઉપયોગ કરવામાં આવે છે. શું આ જે-તે સમયે જ આ કૃત્ય અટકાવી શકાય નહીં?

શા માટે વર્ષો સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી? હકીકતે અધિકારીઓ એસી ચેમ્બર છોડીને બહાર નીકળતા નથી અને પછી ડિમોલીશન માટે ઝુંબેશ ચલાવાય છે તે વ્યાજબી નથી તેમ ચંદ્રવદનભાઈ પંડ્યાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh