Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક અરજદારોએ અકસ્માતના કિસ્સાઓમાં વળતર મેળવવા માટે કરેલી અરજીઓ મંજૂર થઈ ગઈ હોવા છતાં વળતર પ્રાપ્ત કરવા માટે આગળની કાર્યવાહી ન કરતા આવા ૪૬ અરજદારોને આઈડેન્ડટી ફાઈડ કર્યા પછી વળતર મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની મોટર ટ્રિબ્યુનલ સમક્ષ જુદા જુદા વાહન અકસ્માતના કેસોમાં વળતર મેળવવા માટે કેટલાક વ્યક્તિઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. તે પછી ટ્રિબ્યુનલે જે તે અરજદારને વળતર ચૂકવી આપવા આદેશ કર્યાે હતો.
આદેશ પછી પણ કેટલાક અરજદારોએ વળતર મેળવવા માટે પ્રક્રિયા કરી ન હોવાથી તેવા વ્યક્તિઓને વળતર મેળવી લેવા માટે સચેત કરવા કાર્યવાહી કરાઈ રહી છે. આવા ૪૬ કેસમાં વળતરની રકમ મંજૂર થઈ છે અને કેટલાક અરજદાર દ્વારા વળતરની રકમ મેળવવામાં આવી નથી. ઉપરોક્ત કિસ્સાઓમાં સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આવા અરજદારને આઈડેન્ડટી ફાઈડ કરવામાં આવ્યા છે અને તેઓનો સંપર્ક કરી આ અરજદારોને અથવા તેમના અધિકૃત વકીલને નજીકની કોર્ટનો અથવા દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગત ફોન-૦૨૮૩૩-૨૩૩૭૭૫ અથવા ૯૨૨૭૧૧૫૧૦૦નો સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial