Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં ખતરનાક ફંગસ લાવનાર બે ચીની નાગરિકોની ધરપકડઃ ખેતીક્ષેેત્રે આંતકનો પ્લાન ?

એફબીઆઈએ ઝડપેલી મહિલા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની વફાદાર નીકળીઃ ચીન સરકારે પણ ફંડીગ કર્યુ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટઃ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૪: અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ એક મહિલા તથા તેના પુરૂષ મિત્રને ખતરનાક ફંગસ "ફ્યુઝેરિયમ ગ્રેમિનેરમ" નેે અમેરિકામાં લાવીને રિસર્ચ કરવાના આરોપસર દબોચી લીધા છે. આ રિસર્ચ અમેરિકા સહિત દુનિયામાં ખેતીક્ષેત્રે આતંક ફેલાવવાના મલિન ઈરાદાથી કરાઈ રહ્યું હોવાની આશંકા હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઈએ એક ચીની નાગરિકની ખતરનાક જૈવિક રોગકારક જીવાતની તસ્કરીના આરોપમાં ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલી ચીની નાગરિકનું નામ યુનકિંગ જિયાન છે. તેના પર આરોપ છે કે, તે એક ખતરનાક જૈવિક રોગજન્ય (બાયોલોજિકલ પૈથોજન) જીવાતને તસ્કરી કરીને અમેરિકામાં લાવી હતી. ખુદ એફબીઆઈ પ્રમુખ કાશ પટેલે મંગળવારે (૩ જૂન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ વિશે માહિતી આપી હતી.

પટેલે જણાવ્યું કે, જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે જિયાન યુનિવર્સિટી ઑફ મિશિગનમાં કામ કરી રહી હતી. તેના પર આરોપ છે કે, તેણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) પ્રતિ વફાદારી દર્શાવી છે. તેને ચીન સરકાર તરફથી આ ફંગસ પર કામ કરવા માટે ફન્ડિંગ પણ મળ્યું હતું. ચીની મહિલા પર જે પૈથોજનની તસ્કરીનો આરોપ છે તેને વૈજ્ઞાનિક દુનિયામાં 'સંભવિત કૃષિ આતંકવાદ હથિયાર'ના રૂપે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

કાશ પટેલના જણાવ્યા અનુસાર, જિયાને 'ફ્યૂઝેરિયમ ગ્રેમિનેરમ' નામના ખતરનાક ફંગસને અમેરિકામાં લાવીને રિસર્ચ માટે ઉપયોગ કર્યો હતો. આ ફંગસ એક એગ્રો-ટેરેરિઝમ એજન્ટ માનવામાં આવે છે, જે ઘઉં, મકાઈ અને અનાજના પ્રમુખ પાકમાં હેડ બ્લાઇટ નામનો રોગ ફેલાવે છે. તે ન ફક્ત પાકને ભારે નુકસાન પહોંચાડે છે, પરંતુ માણસ અને જાનવના સ્વાસ્થ્ય માટે પણ જોખમી માનવામાં આવે છે. આ ફંગસ દર વર્ષે દુનિયાભરમાં અબજો ડોલરનું આર્થિક નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે.'

તપાસ એજન્સીઓએ આ મામલે જિયાનના પ્રેમી જુનયોંગ લિયૂને પણ આરોપી બનાવ્યો છે, જે ચીનની એક યુનિવર્સિટીમાં કામ કરે છે. આરોપ છે કે, તે પહેલાં ખોટું બોલ્યો અને બાદમાં કબૂલ કર્યું કે, તે પણ આ ફંગસને ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ દ્વારા અમેરિકામાં લાવ્યો હતો, જેથી યુનિવર્સિટી ઑફ મિશિગનમાં રિસર્ચ કરી શકે.

જિયાન અને લિયૂ બંને પર આ મામલે કાવતરૂ ઘડવું, અમેરિકામાં ગેરકાયદે વસ્તુઓની તસ્કરી કરવી, ખોટા નિવેદન આપવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ આખા મામલાની તપાસ એફબીઆઈ અને અમેરિકન કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શને સાથે મળીને કરી.

કાશ પટેલે કહૃાું કે, 'ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) સતત એવા એજન્ટ અને રિસર્ચર અમેરિકાની સંસ્થાઓમાં મોકલી રહી છે, જેનો હેતુ અમારા ખાદ્ય પુરવઠા વ્યવસ્થાને નિશાનો બનાવવાનો છે, આ અમેરિકા અને દુનિયાભરના લોકો તથા અર્થવ્યવસ્થાઓ માટે ગંભીર જોખમ છે.'

નોંધનીય છે કે, આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે સંબંધોમાં સતત તણાવ વધી રહૃાો છે. ટ્રમ્પ પ્રશાસને હાલમાં જ ચીની વિદ્યાર્થીઓના વીઝા પર પણ કડકાઈ લાદવાની જાહેરાત કરી છે.

એફબીઆઈ નિર્દેશક કાશ પટેલે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના નિવેદનમાં આ મામલે અમેરિકાના ખાદ્ય પુરવઠા માટે ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ જણાવ્યું. તેમણે કહૃાું કે, 'આ મામલો એક ગંભીર ચેતવણી છે, કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સતત પોતાના જાસૂસ અને સંશોધકોને આપણી સંસ્થાઓમાં મોકલવા અને આપણા ખાદ્ય પુરવઠાને નિશાનો બનાવવા માટે તૈયાર કરી રહી છે, જે આપણી અર્થવ્યવસ્થાને ખોરવી શકે છે અને અમેરિકાના લોકોનો જીવને પણ જોખમ ઊભું કરી શકે છે.

કૃષિ આતંકવાદ એજન્ટે અમેરિકામાં તસ્કરી કરવાને લઈને ન ફક્ત કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પરંતુ, એક રાષ્ટ્રીય સુરક્ષાને પણ સીધું જોખમ છે. હું એફબીઆઈ ડેટ્રોયટ ડિવિઝન અને અમારા સહયોગી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને આ જૈવિક જોખમનું વાસ્તવિક નુકસાન પહોંચતા પહેલાં રોકવા માટે શુભકામના પાઠવું છું.'

નોંધનીય છે કે, આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યાકે ટ્રમ્પ પ્રશાસને ચીની વિદ્યાર્થીઓના આક્રામક રૂપે વીઝા રદ કરવાની જાહેરાત કરી છે, વિશેષ રૂપે એવા લોકો માટે જે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા છે અને મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહૃાા છે. આ ઘટના વિદેશી નાગરિકો દ્વારા અમેરિકામાં સંશોધન કરવા સંબંધિત ચાલી રહેલી રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાને વધારે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh