Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્દીને પજવતા સિક્યુરિટી ગાર્ડની બહાદુરી દેખાઈ આવી!:
જામનગર તા. ૪: જામનગરની જી.જી. હોસ્પિટલની કેસબારી પાસે રાત્રિના સમયે સારવાર મેળવવા આવેલા બે દર્દીના જુથ વચ્ચે કોઈ બાબતે બઘડાટી બોલી ગઈ હતી. બંને પક્ષે પેટ ભરીને હાથ સાફ કર્યા હતા. મસમોટો પગાર મેળવતા અને મજબૂર દર્દીઓના સગાને પજવવામાં વ્યસ્ત રહેતા સિક્યુરિટી ગાર્ડ આ મામલાથી દૂર રહી જાતને બચાવી શક્યા હતા. હોસ્પિટલના તંત્રને તેની કંઈ જાણ જ નથી!
જામનગરની જી.જી. હોસ્પિટલમાં કેસબારી પાસે સોમવારની રાત્રે સારવાર લેવા આવેલા બે દર્દીના સગા-વ્હાલા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા પછી છૂટા હાથની મારામારી શરૂ થઈ હતી. ૧પથી ૨૦ જેટલા શખ્સોએ જાહેરમાં મારામારી કરી હોસ્પિટલનું શાંત વાતાવરણ ડહોળી નાખ્યું હતું.
કોઈ બાબતે શરૂ થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. ભારે હો-હો અને દેકારા વચ્ચે બંને પક્ષે એક બીજા પર હાથ સાફ કરવાનું શરૂ કર્યું હતું. બોલાઈ રહેલી ગાળો વચ્ચે ત્યાં હાજર અન્ય દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા.
ઉપરોક્ત સમગ્ર બનાવ વખતે જી.જી. હોસ્પિટલની સિક્યુરિટી એજન્સીના બહાદુર જવાનો ક્યાંય જોવા મળ્યા ન હતા. માત્ર દર્દીઓના સગાને પાન-મસાલા કે પાસ વગર ન જવા દેવાની દાદાગીરી આચરતા સિક્યુરિટી ગાર્ડ સમજી વિચારીને આ મારામારીથી દૂર રહ્યા હતા.
આ બાબતે જી.જી. હોસ્પિટલના તંત્રવાહકો સંપૂર્ણ રીતે અજાણ છે. તેઓને સોમવારની રાતની બબાલની કંઈ જાણકારી નથી ત્યારે અગાઉ પણ ટ્રોમા વોર્ડ પાસે આવી જ રીતે એક યુવાનની સરાજાહેર હત્યા થઈ ગઈ હતી. તેમ છતાં પાન, મસાલા શોધવામાં કે દર્દીઓના મજબૂર સગાઓને પાસ વગર અંદર ન જવાય તેમ કહી દાદાગીરી આચરતા સિક્યુરિટી ગાર્ડ પગાર મેળવવા છતાં ગુમ રહેતા આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial